ભાષાનો વિવાદ : મનસેની ધમકી પછી ​તારક મેહતા...ની ટીમે માફી માગી

04 March, 2020 07:30 AM IST  |  Mumbai

ભાષાનો વિવાદ : મનસેની ધમકી પછી ​તારક મેહતા...ની ટીમે માફી માગી

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના ચંપકલાલ

વિવિધ વિષયોને લઈને આવતી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ ભાષાને કારણે વિવાદમાં સપડાઈ હતી. મનસેએ આ એપિસોડનો તીવ્ર શબ્દોમાં વિરોધ કર્યો હતો. જોકે વિવાદ વધે નહીં એ માટે સિરિયલમાં ચંપકકાકાનું પાત્ર ભજવતા અભિનેતા અમિત ભટ્ટે માફી માગી લીધી હતી. સિરિયલના પ્રોડ્યુસર આસિત મોદીએ આ મુદ્દે વધુ કમેન્ટ આપવાનું ટાળ્યું હતું, પણ આ મુદ્દે ટ્વીટ કરીને તેમણે એવું જણાવ્યું હતું કે ‘હું તમામ ભાષાનું સન્માન કરું છું.’

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના ગોકુલધામ સોસાયટીના કિસ્સા શમતા જ નથી. હાલમાં જ ગોકુલધામ સોસાયટીના સભ્યો ભાષાને લઈ એકબીજાની સાથે ઝઘડતા દેખાડવામાં આવ્યા હતા. જોકે આ ઝઘડામાં ચંપકકાકાએ મધ્યસ્થી કરી હતી અને માતૃભાષાને કારણે શરૂ થયેલા ઝઘડાનો અંત લાવ્યો હતો. સિરિયલનો ઝઘડો તો પૂરો થયો, પણ એને કારણે ઊભા થયેલા નવા વિવાદે જન્મ લીધો હતો.

‘આપણું ગોકુળધામ ક્યાં છે, મુંબઈમાં અને મુંબઈની ભાષા શી છે? હિન્દી’ એવું ચંપકકાકા સિરિયલમાં બોલ્યા હતા. સિરિયલમાં ભાષાને કારણે થયેલા વિવાદનો મહારાષ્ટ્ર નવનિર્માણ ચિત્રપટ કર્મચારીએ સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો. તેમના અધ્યક્ષ અમય ખોપકરે સિરિયલના એ એપિસોડનો વિરોધ કરીને ‘આ જ તે મરાઠી ‘મારક મહેતા’ જેવા શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી. મુંબઈની ભાષા મરાઠી જ છે એવી માહિતી હોવા છતાં સિરિયલમાં આવી પદ્ધતિથી ખોટો પ્રચાર કરવામાં આવ્યો હતો. તે લોકોની મસ્તી કાઢવી પડશે.

આ પણ વાંચો : મુંબઈ : 2000 કિલોમીટર - T1C1 ટાઇગરની સફર

‘મુંબઈની ભાષા હિન્દી છે’ આવું નિવેદન આપવા બદલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ આડેહાથ લેવાઈ હતી, જેમાં સોશ્યલ મીડિયા પર શૈલેશ લોઢાએ વિડિયો પોસ્ટ દ્વારા માફી માગી હતી.

હું તમામ ભાષાનું સમ્માન કરુ છું

- આસિત મોદી, સિરિયલના પ્રોડ્યુસર

taarak mehta ka ooltah chashmah maharashtra navnirman sena mumbai news mumbai