મહિલાનું ખોવાયેલુ પર્સ પરત કરી રંગારાએ માનવતાનું ઉત્તમ ઉદા. આપ્યું

11 June, 2019 10:45 AM IST  | 

મહિલાનું ખોવાયેલુ પર્સ પરત કરી રંગારાએ માનવતાનું ઉત્તમ ઉદા. આપ્યું

મહિલાને પર્સ સુપરત કરી રહેલા રાજુભાઈ

ઘાટકોપર (ઈસ્ટ)ના કામરાજ નગરમાં રહેતા સાઉથ ઇન્ડિયન રાજુ નામના રંગારાને શનિવારે ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાંથી રૂપિયા ભરેલું એક લેડીઝ પર્સ મળ્યું હતું, જેમાં રહેલા પૅન કાર્ડના આધારે રંગારાએ વડાલાથી ઘાટકોપર તેમની બહેનના ઘરે આવેલી એક સિનિયર સિટિઝન મહિલાને શોધીને તેમનું પર્સ પાછું આપ્યું હતું.

આ મહિલાને એ જ દિવસે ઈમાનદારીની સાથોસાથ રિક્ષા-ડ્રાઇવરની માનવતાનો પણ અનુભવ થતાં તેઓ ગદગદ થઈ ગયાં હતાં. ૭૦ વર્ષનાં ચંદ્રિકાબહેન કામદાર વડાલાથી ઘાટકોપર (ઈસ્ટ)ના ગારોડિયાનગરમાં રહેતાં તેમનાં બહેનને શનિવારે મળવા ગયાં હતાં. એ જ દિવસે રાતે ઘરે જતાં પહેલાં ગારોડિયાનગરમાં જ આવેલા અપના બજારમાં ચંદ્રિકાબહેન ખરીદી કરવા ગયાં હતાં. અપના બજારનું બિલ ચૂકવ્યા પછી ચંદ્રિકાબહેન રિક્ષામાં બેસીને ચેમ્બુરના અમર મહલ ટૅક્સી પકડવા ગયાં હતાં.

આ પણ વાંચો: મરીન લાઇન્સનો રેલવે બ્રિજ છેલ્લા ૪ મહિનાથી બંધ, મુસાફરો પરેશાન

 રિક્ષાવાળાને પૈસા ચૂકવતી વખતે તેમને ખબર પડી કે તેમનું મોટા પર્સમાંથી અપના બજારમાં પેમેન્ટ કરવા માટે કાઢેલું નાનું પર્સ ખોવાઈ ગયું છે એટલે એ જ રિક્ષામાં બેસીને તેઓ પાછાં અપના બજાર ગયાં હતાં, પરંતુ ત્યાં પર્સ ન મળ્યું. દરમ્યાન રિક્ષા-ડ્રાઇવરે ચંદ્રિકાબહેન પાસેથી પૈસા લેવાની ના પાડી દીધી હતી. કામરાજ નગરમાં રહેતા અને રંગારાનું કામ કરતા રાજુને એ પર્સ મળ્યું હતું, જે તેણે પૅન કાર્ડની મદદથી શોધીને ચંદ્રિકાબહેનને સુપરત કર્યું હતું.

mumbai news gujarati mid-day