મરીન લાઇન્સનો રેલવે બ્રિજ છેલ્લા ૪ મહિનાથી બંધ, મુસાફરો પરેશાન

Published: Jun 11, 2019, 08:31 IST

મરીન લાઇન્સ સ્ટેશનના મરીન ડ્રાઇવના અને ચર્ની રોડ તરફના બ્રિજને સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો હોવાને કારણે રેલવે-પ્રવાસીઓને જીવના જોખમે રસ્તો ઓળંગીને જવું પડે છે.

મરીન લાઇન્સનો રેલવે બ્રિજ છેલ્લા ૪ મહિનાથી બંધ
મરીન લાઇન્સનો રેલવે બ્રિજ છેલ્લા ૪ મહિનાથી બંધ

મરીન લાઇન્સ સ્ટેશનના મરીન ડ્રાઇવના અને ચર્ની રોડ તરફના બ્રિજને સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો હોવાને કારણે રેલવે-પ્રવાસીઓને જીવના જોખમે રસ્તો ઓળંગીને જવું પડે છે. બોરીવલીમાં રહેતા અને સ્વદેશી માર્કેટમાં કપડાંની દુકાન ધરાવતા વેપારી જશવંતભાઈ રાવલ નિયમિત અવરજવર કરે છે, પણ છેલ્લા ચાર મહિનાથી તેઓ આ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ માર્ગ પર વાહનો એટલા પૂરપાટ વેગે દોડતાં હોય છે કે ક્યારેક અકસ્માતનો ભોગ બનવાનો ભય સતાવતો હોય છે.

છેલ્લા ચાર મહિનાથી મરીન લાઇન્સનો બ્રિજ બંધ હાલતમાં હોવા છતાં રેલવે પ્રશાસન શું કરી રહ્યું છે એવી ફરિયાદ રાવલે કરી હતી. આ અંગે વેસ્ટર્ન રેલવેના ડીઆરએમ સુનીલકુમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને એ વાતની જાણ નથી કે એ બ્રિજ ચાર મહિનાથી બંધ છે. રિપેરિંગ ચાલતું હશે કે પછી બ્રિજ અનસેફ હોઈ શકે કે પછી એના ફાઉન્ડેશનની તપાસ થતી હશે.’઼

આ પણ વાંચો: પહેલા જ વરસાદમાં મુંબઈની લોકલ ટ્રેનો ઠપ

બ્રિજ બંધ છે એની જાણકારી ન હોવા અંગે સુનીલકુમારે કહ્યું હતું કે ‘અનેક વાર એવું થતું હોય છે કે કોઈ કામ રેલવે પ્રશાસનના હાથમાં હોય છે તો કોઈ કામ એમસીજીએમ કરતું હોય છે. હવે શાને માટે બંધ છે બ્રિજ તેની તપાસ કર્યા બાદ જ માલૂમ પડશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK