શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઈનાં વિદ્યાર્થીગૃહ તેમ જ કન્યા છાત્રાલય માટે ઑનલાઇન અરજી માટે ૧૫ મે છેલ્લો દિવસ

03 May, 2025 12:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતાં જૈન વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓને સહાયરૂપ થવા પૂરક લોન સહાય આપવામાં આવે છે

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ધોરણ ૧૦/૧૨ પછીના ડિપ્લોમા/સ્નાતક કક્ષા સુધીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરવા ઇચ્છતાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઈ દ્વારા સંચાલિત વિદ્યાર્થીગૃહો / કન્યા-છાત્રાલયોમાં જૂન ૨૦૨૫થી શરૂ થતા નવા સત્રથી પ્રવેશ મેળવવા માટેનાં અરજીપત્રકો વેબવાઇટ www.smjv.org પરથી ઑનલાઇન ભરવાનું શરૂ થઈ ગયું છે.

શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઈમાં અંધેરી અને સૅન્ડહર્સ્ટ રોડ ઉપરાંત પુણે, અમદાવાદ,  વડોદરા, વલ્લભ વિદ્યાનગર અને ભાવનગર એમ કુલ ૭ વિદ્યાર્થીગૃહો તેમ જ અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર, પુણે, વડોદરા તથા સુરત એમ કુલ પાંચ કન્યા-છાત્રાલયોનું સંચાલન કરે છે જેમાં વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓને મેરિટ મુજબ પ્રવેશ આપવામાં આવે છે. એના માટે નિયમો તથા ધારાધોરણ સાથેનાં કોરાં અરજીપત્રક તેમ જ ટ્રસ્ટ-સીટોની યાદી વેબસાઇટ પરથી અપલોડ કરી પ્રવેશફૉર્મ સાથે જરૂરી ડૉક્યુમેન્ટ્સ ઑનલાઇન સબમિટ કરવાના રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ ૧૫ મે છે. પરીક્ષાના રિઝલ્ટની તેમ જ કૉલેજમાં ઍડ્મિશનની રાહ જોયા વિના ડેડલાઇન સુધીમાં અરજી કરવાની રહેશે.

આ ઉપરાંત શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતાં જૈન વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓને સહાયરૂપ થવા પૂરક લોન સહાય આપવામાં આવે છે. ફૉર્મ ઑનલાઇન વેબસાઇટ પરથી સબમિટ કરી શકાશે.

વધુ માહિતી માટે મુખ્ય કાર્યાલયમાં 2625 0376 / 9653179150 નંબર પર સંપર્ક કરવો.

કેદારનાથ ધામનાં કપાટ ખૂલ્યાં

ગઈ કાલે કેેદરનાથ ધામનાં કપાટ ખૂલ્યાં એ પ્રસંગે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી પત્ની ગીતા સાથે. બાબા કેદારનાથના દર્શન કર્યા પછી  તેમણે ભંડારામાં ભોજનવિતરણ પણ કર્યું હતું. કેદારનાથ ધામમાં દર્શન માટે ગઈ કાલે ભક્તો ઉપરાંત સાધુ સંતો પણ ઊમટ્યા હતા.

Education jain community gujarati mid-day gujaratis of mumbai gujarati community news news mumbai mumbai news