17 May, 2025 06:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અંધેરી-ઈસ્ટમાં ઓલ્ડ નાગરદાસ રોડ પર આવેલી શ્રી નાગરદાસ ડી. ભુતા હાઈ સ્કૂલનું SSC બોર્ડના દસમા ધોરણનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. પરીક્ષા આપનાર તમામ ૧૮૯ વિદ્યાર્થીઓ સારા માર્ક સાથે પાસ થયા છે જેમાં ૮૨ વિદ્યાર્થીઓને ડિસ્ટિંક્શન, ૭૧ વિદ્યાર્થીઓને ફર્સ્ટ ક્લાસ, ૩૫ વિદ્યાર્થીઓને સેકન્ડ ક્લાસ અને એક વિદ્યાર્થીને પાસ ક્લાસ મળ્યો છે. સ્કૂલમાં મયૂરી મોરેએ ૯૬ ટકા સાથે પ્રથમ, ક્રિષ્ના પ્રજાપતિએ ૯૫.૬૦ ટકા સાથે બીજો અને ઓમ તિવારીએ ૯૩.૭૦ ટકા સાથે ત્રીજો નંબર મેળવ્યો છે.