આજે શિવસેના (UBT)નું પબ્લિક સિક્યૉરિટી બિલ સામે વિરોધ-પ્રદર્શન

10 September, 2025 07:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ ઉપરાંત રાજ્યનાં અન્ય શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટા પાયે વિરોધ-પ્રદર્શન કરવાની હાકલ કરવામાં આવી છે. 

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે - UBT) દ્વારા આજે રાજ્યભરમાં મહારાષ્ટ્ર પબ્લિક સિક્યૉરિટી બિલના વિરોધમાં આંદોલન કરવામાં આવશે. પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એ માટે પક્ષના કાર્યકરોને ઠેર-ઠેર રૅલી અને મોરચા કાઢવાની હાકલ કરી છે. શિવસેનાનું કહેવું છે કે આ કઠોર કાયદો ગેરબંધારણીય છે એટલે એનો અમે વિરોધ કરી રહ્યા છીએ. મુંબઈમાં શિવાજી પાર્ક પાસે આજે શિવસેનાના બધા જ મુખ્ય નેતાઓ ભેગા થશે અને આ બિલનો વિરોધ કરશે. એ ઉપરાંત રાજ્યનાં અન્ય શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટા પાયે વિરોધ-પ્રદર્શન કરવાની હાકલ કરવામાં આવી છે. 

shiv sena uddhav thackeray maharashtra government maharashtra maharashtra news news mumbai mumbai news political news maharashtra political crisis shivaji park