03 November, 2025 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સત્યાચા મોર્ચા
વિરોધ પક્ષોએ મતદારયાદીમાંની ત્રુટિઓમાં સુધારો કરવામાં આવે અને એ પછી જ ચૂંટણીઓ લેવામાં આવે એવી માગણી સાથે શનિવારે ફૅશન સ્ટ્રીટથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના હેડક્વૉર્ટરના મેઇન ગેટ સુધી મોરચો કાઢ્યો હતો. જોકે મુંબઈ પોલીસે એ મોરચા માટે પરવાનગી આપી નહોતી. એથી પોલીસે એમાં ભાગ લેનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નેતા બાળા નાંદગાવકર અને અન્યો સામે સરકારી પ્રતિબંધાત્મક આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ દાખલ કર્યો હતો. ડેપ્યુટી પોલીસ-કમિશનર પ્રવીણ મુંઢેએ કહ્યું હતું કે સરકારી આદેશોનો ભંગ કરવા બદલ તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ મોરચામાં શિવસેના (UBT)ના ઉદ્ધવ ઠાકરે, MNSના રાજ ઠાકરે, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના શરદ પવાર, કૉન્ગ્રેસના બાળાસાહેબ થોરાત અને અન્ય નેતાઓ સામેલ થયા હતા.