મેકઓવર બાદ શિવાજી પાર્ક જિમખાનાનું સચિન તેન્ડુલકરના હસ્તે ઉદ્ઘાટન

23 September, 2025 08:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પ્રસંગે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેની પણ ઉપસ્થિતિ હતી

શિવાજી પાર્ક જિમખાનાના ઉદ્ઘાટન પ્રસંગે બિલિયર્ડ્‍સ રમતો અને રાજ ઠાકરેને સાંભળતો સચિન તેન્ડુલકર. તસવીરો : કીર્તિ સુર્વે પરાડે

દાદરમાં આવેલા આશરે એક સદી જૂના શિવાજી પાર્ક જિમખાનાનું મેકઓવર કરાયા બાદ સોમવારે સચિન તેન્ડુલકરના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેની પણ ઉપસ્થિતિ હતી. સચિને જિમખાના સાથે જોડાયેલી તેની નાનપણની યાદો વાગોળતાં કહ્યું હતું કે ‘મારુ બાળપણ મેં અહીં વિતાવ્યું છે. અમે વડાપાંઉ ખાવા માટે અહીં આવતા હતા. આ જિમખાનાની ડિઝાઇન માટે અને પરવાનગીઓ લેવા માટે રાજ ઠાકરેની ખાસ ભૂમિકા રહી છે.’

દોઢ વર્ષ સુધી બંધ રહ્યા બાદ મૉડર્ન લુક સાથે શરૂ થયેલા આ હેરિટેજ લુક ધરાવતા જિમખાનાને ઑક્યુપેશન સર્ટિફિકેટ (OC) મળી ગયું છે. હવે, ૩૦૦૦ સભ્યો નવા જિમખાનાનો લાભ લઈ શકશે. 

mumbai news mumbai sachin tendulkar raj thackeray shivaji park dadar