Exclusive! આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના રીસેપ્શનની અંદરની વાતો

12 March, 2019 03:36 PM IST  |  મુંબઈ

Exclusive! આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના રીસેપ્શનની અંદરની વાતો

જાણો આકાશ અને શ્લોકાના રીસેપ્શનની ઈનસાઈડ ડીટેઈલ્સ

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિના પુત્રના લગ્ન રંગેચંગે સંપન્ન થયા. અને તે પછી મુકેશ અંબાણીએ ભવ્ય રીસેપ્શન રાખ્યું. લગ્નની જેમ જ આ રીસેપ્શન ખૂબ જ ભવ્ય હતું. રેડિયો સિટીના RJ અર્ચના પાનિયાને પણ આ રીસેપ્શનમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને અર્ચના આપણને રીસેપ્શનની તમામ અંદરની માહિતી આપી રહ્યા છે.

RJ અર્ચના આકાશ અને શ્લોકા સાથે(તસવીર સૌજન્ય:અર્ચના પાનિયા ઈન્સ્ટાગ્રામ)

બાંદ્રા કુર્લા કોમ્પલેક્સના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં આયોજિત આ રીસેપ્શન કોઈ મેળા જેવું લાગી રહ્યું હતું. જેમાં અલગ અલગ લોકો માટે અલગ અલગ ઝોન રાખવામાં આવ્યા હતા. જેમાં ફોટો બુથ, આઈસ્ક્રીમ બુથ રાખવામાં આવ્યા હતા. રીસેપ્શનમાં કોઈ કાફે જેવી ફીલિંગ આવી રહી હતી. જેમાં અંબાણી પરિવારના મોભી કોકિલાબેન ટાઈટ સિક્યોરિટી વચ્ચે આવ્યા હતા.

રંગબેરંગી ફુવારા(તસવીર સૌજન્ય:અર્ચના પાનિયા ઈન્સ્ટાગ્રામ)

સવારે જ સોશિયલ મીડિયા પર આકાશ અને શ્લોકાના રીસેપ્શનની તસવીર વાયરલ થઈ હતી. જેમાં આકાશ અંબાણી લાલ રંગના આઉટફિટમાં જ્યારે શ્લોકા પિંક લહેંગામાં જોવા મળી હતી.

(તસવીર સૌજન્ય:અર્ચના પાનિયા ઈન્સ્ટાગ્રામ)

રીસેપ્શન એકદમ ઝાકમઝોળ વાળું હતું. ત્યાં ફુવારા હતા. મ્યૂઝિકલ ફુવારા હતા. અહીં દુનિયાભરમાંથી કુદરતી અને કૃત્રિમ ફૂલો મંગાવીને સજાવટ કરવામાં આવી હતી. સાથે જ ફૂલોમાંથી મોર, હાથી, અશ્વો જેવા પ્રાણીઓ પણ બનાવવામાં આવ્યા હતા.

(તસવીર સૌજન્ય:અર્ચના પાનિયા ઈન્સ્ટાગ્રામ)

ફૂડની વાત કરીએ તો, RJ અર્ચનાના કહેવા પ્રમાણે, પ્રસંગમાં શાકાહારી જમવાનું પીરસવામાં આવ્યું હતું. જાપાનીઝ ફૂડ હતું પણ સુશી નહોતું. મેનુમાં ગુજરાતી થાળી હતી. જેમાં સૌને ઢોકળા સૌથી વધારે પસંદ આવ્યા. કેરીનો રસ પણ હતો. જે ઈશા અંબાણીના લગ્નમાં પણ હતો. મહેમાનોને ચોકલેટથી ભરેલી એક ગુડી બેગ પણ આપવામાં આવી.

(તસવીર સૌજન્ય:અર્ચના પાનિયા ઈન્સ્ટાગ્રામ)

મહેમાનોનું મનોરંજ અરીજીત સિંહ તેના સૂરોથી કર્યું.જેણે તેના જ નહીં પરંતુ અન્ય ગાયકોના ગીત પણ ગાયા.


આકાશ અને શ્લોકાએ તમામ મહેમાનોને મળ્યા બાદ તેમને આઉટફીટ બદલ્યા હતા. જ્યારે તેનો નાનો ભાઈ અનંત અંબાણી તેની કથિત ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ અને તેના માતા પિતા સાથે વાત કરતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ આકાશ અને શ્લોકાના રીસેપ્શનનો પહેલો ફોટો આવ્યો સામે

અંબાણી પરિવારે તમામ મહેમાનોનું સ્વાગત એવી રીતે કર્યું હતું કે તેમને ઘર જેવી લાગણી થાય. તમામ લોકોનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

mukesh ambani nita ambani