એક સમયે આટલા પાતળા હતા મુકેશ અંબાણી, જુઓ રૅર ફોટોઝ

13 June, 2019 03:35 PM IST  | 

એક સમયે આટલા પાતળા હતા મુકેશ અંબાણી, જુઓ રૅર ફોટોઝ

(ફોટો: સોશિયલ મીડિયા/ નીતા અંબાણી ફેનપેજ)

બિઝનેસ ટાયકૂન અને ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્ન જીવનને 32 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. આ કપલ હંમેશા કોઈને કોઈ રીતે લોકોનું ધ્યાન ખેંચતુ રહે છે. ક્યારેક પોતાની સ્ટાઈલથી તો ક્યારેક સામાજિક કાર્યોથી નીતા અંબાણી અને મુકેશ અંબાણી ચર્ચામાં રહેતા હોય છે. મુકેશ અંબાણી પિતા ધીરુભાઈ અંબાણીની જેમ જ પરિવાર સાથે સામાજિક કામોમાં હાજરી આપતા હોય છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના કેટલાક ફોટોઝ તેમના ઈન્સ્ટાગ્રામ પરના ફેન પેજ અપલોડ કરાયા હતા.

મુકેશ અંબાણી અને નીતા અંબાણી ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણી સાથે જોવા મળ્યા હતા. મુકેશ અંબાણી ગ્રે કલરના સૂટમાં પત્ની નીતા અંબાણી સાથે દેખાઈ રહ્યા છે. નીતા અંબાણી ગોલ્ડન સાડીમાં ગોર્જિયસ દેખાઈ રહ્યા છે. આ ફોટો મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ જ્યારે નવા નવા લગ્ન કર્યા હતા ત્યારની છે.

આ ફોટોમાં નીતા અંબાણી વ્હાઈટ ગાઉન અને પિંક ટી-શર્ટમાં બ્યૂટિફૂલ લાગી રહ્યા છે. ફોટોમાં નીતા અંબાણી શોર્ટ વાળમાં ક્યૂટ દેખાઈ રહ્યાં છે. નીતા અંબાણી તેમના નજાકત માટે જાણીતા છે અને આ ફોટો જોઈને સાબિત પણ થાય છે.

નીતા અંબાણી તેમની માતા-પિતા અને નાની બહેન સાથે. મુકેશ અંબાણી પહેલા નીતા અંબાણીને ધીરુભાઈ અંબાણીએ જોયા હતા ત્યારબાદ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લવસ્ટોરીની શરૂઆત થઈ હતી.

પરફેક્ટ અંબાણી ફેમિલી. ઘીરુભાઈ અંબાણી અને કોકિલાબેન સાથે પરિવારના ફેમિલી ફોટોઝ રૅર ફોટોમાંથી એક છે. ફોટોમાં મુકેશ અંબાણી તેમના પત્ની નીતા અંબાણી સાથે, ધીરુભાઈ અંબાણી કોકિલાબેન સાથે દેખાઈ રહ્યા છે. ફોટોમાં ઈશા, આકાશ અને અનંત અંબાણી પણ જોવા મળી રહ્યા છે.

mukesh ambani mumbai gujarati mid-day