મોદી પર આવતી કાલે હુમલો થવાનો ડર?

18 January, 2023 09:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેટલાક વિસ્તારોમાં ડ્રોન, પૅરાગ્લાઇડર અને રિમોટ કન્ટ્રોલ માઇક્રોલાઇટ ઍરક્રાફ્ટ ફ્લાંઇગ પ્રવૃત્તિઓના ઉપયોગ પર ૨૪ કલાક માટે પ્રતિબંધ

ફાઇલ તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે શહેરમાં વિવિધ માળખાકીય પ્રોજેક્ટના શિલાન્યાસ માટે અને મેટ્રો લાઇન ૨એ (અંધેરીથી દહિસર-વેસ્ટ) અને મેટ્રો લાઇન ૭ (દહિસર-ઈસ્ટથી અંધેરી વચ્ચે) એનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે. તેમની મુલાકાત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુંબઈના પોલીસ કમિશનરે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ, અંધેરી અને જોગેશ્વરી વિસ્તારોમાં ડ્રોન, પૅરાગ્લાઇડર અને રિમોટ કન્ટ્રોલ માઇક્રોલાઇટ ઍરક્રાફ્ટ ફ્લાંઇગ પ્રવૃત્તિઓના ઉપયોગ પર ૨૪ કલાક માટે પ્રતિબંધ મૂક્યો છે.

ડેપ્યુટી પોલીસ કમિશનર (ઑપરેશન્સ) ‌વિશાલ ઠાકુરે ગઈ કાલે જાહેર કરેલા આદેશમાં કહ્યું છે કે ‘મુંબઈ પોલીસને આશંકા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીકેસીના એએમઆરડીએના ગ્રાઉન્ડમાં મેટ્રો લાઇન ૭ જે ગુંદવલી સ્ટેશનથી મોગરપાડા મેટ્રો સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં આતંકવાદી અથવા તો અસામાજિક તત્ત્વો ડ્રોન, પૅરાગ્લાઇડર, રિમોટ કન્ટ્રોલ માઇક્રોલાઇટ ઍરક્રાફ્ટનો ઉપયોગ કરીને હુમલો કરી શકે છે. એનાથી શાંતિ ભંગ થવાની સાથે માનવજીવન અને જાહેર મિલકતને નુકસાન થવાની સંભાવના રહેલી છે. આ વિસ્તારોમાં ૧૯ જાન્યુઆરીએ બીકેસી પોલીસ સ્ટેશન, અંધેરી પોલીસ સ્ટેશન, મેઘવાડી પોલીસ સ્ટેશન અને જોગેશ્વરી પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં કોઈ ડ્રોન, પૅરાગ્લાઇડર્સ, રિમોટ કન્ટ્રોલ્ડ માઇક્રોલાઇટ ઍરક્રાફ્ટ ફ્લાઇંગ પ્રવૃત્તિઓને ૨૪ કલાક સુધી મંજૂરી આપવામાં નહીં આવે.’

mumbai mumbai news narendra modi mumbai police bandra kurla andheri jogeshwari