મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના જન્મદિવસ પર `સામના`માં અદાણી અંબાણીએ જાહેરાત આપી પાઠવી શુભેચ્છા

27 July, 2021 06:28 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર અને અદાણી અંબાણીએ સામના સમાચારપત્રમાં જાહેરાત આપી શુભેચ્છા પાઠવી હતી.

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં મોટાપાયે પૂરને પગલે સમર્થકોને તેમના 61 માં જન્મદિવસની ઉજવણી ના કરવાની સૂચના આપી હતી, પરંતુ તે  સામનામાં તેમની પાઠવાયેવલી ઢગલો ખબર પરને રોકી શક્યા નહી. સામના એક મરાઠી સમાચાર પત્ર છે, જે બાલ ઠાકરેએ શરૂ કર્યુ હતું. 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અદાણી ઇલેક્ટ્રિસિટીએ સામનામાં મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવવા પૂરી પાનાની જાહેરાતો બુક કરાવી હતી. આ સાથે ઘણા કોર્રોપોરેટ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા જાહેરાત આપી હતી. જો કે રસપ્રદ વાત એ છે કે સામાના દ્વારા ખેડૂત આંદોલન મુદ્દે આ કોર્પોરેટરોને દોષી ઠેરવવામાં આવ્યા હતા, અને એવો દાવો કર્યો હતો કે કાયદા તેમને સમાવવા માટે બનાવવામાં આવી રહ્યા છે.  કેટલાક કિસ્સામાં તો પાર્ટી દ્વારા અને સમાચારપત્ર દ્વારા આ કોર્પોરેટરોના નામનો ઉપયોગ યુક્તિ કે ગીત તરીકે કરાયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીને ઠાકરે સાથે પારિવારિક સંબંધો હોવાનું મનાય છે અને તેઓ ઉદ્ધવના શપથ ગ્રહણનો પણ એક ભાગ હતા.  અદાણી મુંબઈના વીજળી ક્ષેત્ર સાથે જોડાયેલા છે ઉપરાંત હવે તેમણે મુંબઈ એરપોર્ટની કમાન પણ સંભાળી છે. 

આ સિવાય મેકડોનાલ્ડ્સ અને ફિનોલેક્સ જેવા અન્ય બે અગ્રણી કોર્પોરેટ્સએ પણ સામાનામાં જાહેરાત આપી છે. હિન્દુજા, વોકહાર્ટ, ગ્લોબલ અને બોમ્બે હોસ્પિટલ ટ્રસ્ટ જેવી હોસ્પિટલ ચેનએ એડ સ્પેસ ખરીદ્યો છે. જ્યારે બૉલિવુડના નામોમાં મુક્તા આર્ટ્સ અને સુપર કેસેટ્સે જન્મદિવસની શુભેચ્છાઓ પ્રદર્શિત કરી છે.

ઉદ્ધવ ઠાકરેની વધતી લોકપ્રિયતાને લઈ સામનાના સંપાદક સંજય રાઉતેકહ્યું, આ તેમના સરળ સ્વભાવ અને ચોખ્ખી પ્રતિષ્ઠાને કારણે થયુ છે. આ યાદીમાં મુંબઈ અને નાગપુર એમ બંને સ્થાવર મિલકત અને માળખાગત કંપનીઓનો પણ સમાવેશ છે. કેટલાક સરકારી વિભાગોએ તેમની યોજનાઓ મુખ્ય પ્રધાનના ફોટા સાથે દર્શાવી હતી જ્યારે રાષ્ટ્રીય એગ કો-ઓર્ડિનેશન કમિટીએ પણ પૂર્ણ પૃષ્ઠની જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. કેટલાક શુભેચ્છકોએ અનામી રહેવાનું પસંદ કર્યું જ્યારે કેટલીક જાહેરાતના નાણાં સીએમ રાહત ભંડોળમાં આપ્યા હતા. 

વડાપ્રધાન મોદીએ પણ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની તેમના જન્મ દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. આ સાથે તેમણે ઠાકરેના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. 

કેન્દ્રિય સરંક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છા પાઠવી હતી.  

mumbai mumbai news uddhav thackeray mukesh ambani