રાષ્ટ્રપતિની મંજુરી બાદ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ

12 November, 2019 07:00 PM IST  |  Mumbai

રાષ્ટ્રપતિની મંજુરી બાદ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચુંટણી પછી પણ સરકાર બની શકી નથી. ભાજપ બાદ શિવસેના પણ સરકાર બનાવવામાં નિષ્ફળ રહી. ત્યારે આજે મંગળવારે રાજ્યપાલની ભલામણ બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. ભાજપ અને શિવસેના વચ્ચેના વિવાદો બાદ શિવસેના અને એનસીપી સાથે ટેકાથી સરકાર બનાવવામાં પણ નિષ્ફળ રહી. જેને પગલે મહારાષ્ટ્રના રાજ્યપાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરવામાં આવી હતી તેની મંજુરી આપી દેવામાં આવી છે.

સુપ્રીમમાં પહોંચેલી શિવસેનાને સુપ્રીમથી વધુ એક ઝટકો
તો બીજી તરફ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ શિવસેનાએ રાજ્યપાલના નિર્ણયને પડકાર્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં આ મુદ્રે અરજી કરી હતી. આ અરજીમાં કહ્યું હતું કે આ મુદ્રે આજે જ સુનવણી થવી જોઇએ. પણ સુપ્રીમ કોર્ટે આજે જ સુનવણી કરવાની ના પાડી દીધી હતી.

આ તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે, અહેમદ પટેલ અને કેસી વેણુગોપાલ એનસીપીના નેતા શરદ પવારને મળવા માટે મુંબઈ પહોંચી ગયા છે. છેલ્લા સમાચાર પ્રમાણે શિવસેનાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનવણી નહીં થાય.

આ પણ વાંચો : રાજ્યપાલની રાષ્ટ્રપતિ શાસનની ભલામણ, શિવસેનાની સુપ્રીમમાં જવાની તૈયારી

શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ અને અહમદ પટેલ સાથે વાતચીત કરી છે. માનવામાં આવે છે કે સિબ્બલ શિવસેના તરફથી સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરી શકે છે. વડાપ્રધાન મોદીએ પણ બ્રાઝિલ બ્રિક્સ સમિટમાં જતા પહેલાં કેબિનેટની બેઠક બોલાવી હતી.

રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ સૌપ્રથમ સૌથી મોટી પાર્ટી બીજેપીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ ભાજપે સરકાર બનાવવાની ઈચ્છા જાહેર ન કરી. ત્યારપછી શિવસેનાને આમંત્રણ આપ્યું. પરંતુ શિવસેનાએ 2 દિવસનો સમય માંગ્યો હતો. રાજભવને આટલો સમય આપવાનો ઈનકાર કર્યો. ત્યારપછી રાજ્યપાલે ત્રીજા ક્રમની સૌથી મોટી પાર્ટી એનસીપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું.

mumbai news maharashtra shiv sena