અંધેરીમાં જુગાર રમતા લોકો પર પોલીસની રેઇડ

08 December, 2022 08:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ બન્ને ફ્લૅટમાં પત્તાંનો ગેરકાયદે જુગાર રમાડનાર બે કન્ડક્ટર, બે જૉકી અને જુગાર રમી રહેલા ૧૧ પ્લેયરની ધરપકડ કરીને તેમની સામે મહારાષ્ટ્ર ગૅમ્બલિંગ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : મુંબઈ પોલીસની સોશ્યલ સર્વિસ બ્રાન્ચના અધિકારીઓએ મંગળવારે અંધેરીમાં એક મકાનમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર રેઇડ પાડી હતી. વર્સોવાની માંડવી ગલીમાં આવેલી શેરબાનુ ઇમારતના ફ્લૅટ-નંબર ૨૦૧ અને ૨૦૨માં જુગાર રમાઈ રહ્યો છે એવી પાકી માહિતીના આધારે આ ઑપરેશન પાર પાડવામાં આવ્યું હતું. સોશ્યલ સર્વિસ બ્રાન્ચનાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર અનીતા કદમ, એપીઆઇ કનાવડે અને સ્ટાફે મંગળવારે સાંજે ૬.૪૫ વાગ્યે આ રેઇડ પાડી હતી.

એ બન્ને ફ્લૅટમાં પત્તાંનો ગેરકાયદે જુગાર રમાડનાર બે કન્ડક્ટર, બે જૉકી અને જુગાર રમી રહેલા ૧૧ પ્લેયરની ધરપકડ કરીને તેમની સામે મહારાષ્ટ્ર ગૅમ્બલિંગ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. 

mumbai mumbai news mumbai police andheri