Mumbaiની શાળાને બૉમ્બથી ઉડાડવાની ધમકી આપનાર આરોપીની મોરબીમાંથી ધરપકડ

12 January, 2023 07:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ધીરુભાઈ અંબાણી સ્કૂલને (Dhirubhai Ambani School) ઉડાડવાની ધમકી આપનારો આરોપી આખરે પકડાઈ ગયો છે. સ્કૂલને ઉડાડવાની ધમકી આપનાર આરોપી વિક્રમ સિંહને (Vikram Singh) ગુજરાતના મોરબીમાંથી ધરપકડવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના (Mumbai) બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સ (Bandra Kurla Complex) વિસ્તારની ધીરુભાઈ અંબાણી સ્કૂલને (Dhirubhai Ambani School) ઉડાડવાની ધમકી આપનારો આરોપી આખરે પકડાઈ ગયો છે. સ્કૂલને ઉડાડવાની ધમકી આપનાર આરોપી વિક્રમ સિંહને (Vikram Singh) ગુજરાતના મોરબીમાંથી ધરપકડવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે આ માહિતી આપી છે. ધમકી બાદ આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરી પોલીસ તપાસ કરી રહી હતી. પોલીસ આરોપીની શોધમાં હતી. આખરે તે પકડાઈ ગયો.

જણાવવાનું કે બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સ વિસ્તારમાં ધીરુભાઈ અંબાણી સ્કૂલને કાલે એટલે કે બુધવારે સાંજે લગભગ 4.30 વાગ્યે બૉમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે મુંબઈ પોલીસે આઈપીસીની કલમ 505 (1) (બી) અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું ધમકી આપનારા આરોપીની ઓળખ કરી લેવામાં આવી હતી. તેને ગુજરાતના મોરબીમાંથી ધરપકડી લેવામાં આવ્યો છે. આરોપીએ ફોન કરીને કહ્યું હતું કે, "તેણે સ્કૂલમાં ટાઈમ બૉમ્બ ફિક્સ કરી રાખ્યો છે અને થોડીવારમાં આ સ્કૂલને ઉડાડી દેવામાં આવશે. ત્યાર બાદ કૉલરે ફોન તરત કાપી દીધો."

આ પણ વાંચો : બીકેસીની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલને મળ્યો ટાઇમ-બૉમ્બ મુકાયાનો ફોન

આરોપીએ તરત બીજીવાર કૉલ સ્કૂલના લેન્ડલાઈન નંબર પર કર્યો અને જણાવ્યું કે તે ગુજરાતમાંથી બોલી રહ્યો છે અને તે આવું એટલા માટે કરી રહ્યો છે જેથી પોલીસ તેને આવીને પકડે. આમ કરવાથી તે ફેમસ થશે. બધાનું ધ્યાન તેના પર જશે. તે ઇચ્છે છે કે લોકો તેના વિશે વધારે જાણે. ત્યાર બાદ તેણે ફોન કાપી દીધો. સ્કૂલ ઑથૉરિટીએ આ વાતની ફરિયાદ મુંબઈ પોલીસને કરી.

mumbai news mumbai police morbi Mumbai bandra kurla gujarat gujarat news