હાઈ કોર્ટના જજની કાર જૉયરાઇડ માટે લઈ ગયેલો કૉન્સ્ટેબલ બરતરફ

24 May, 2023 11:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાગપુરના પોલીસ કમિશનરે કૉન્સ્ટેબલના નિવૃત્તિ લાભમાંથી ૨.૨૮ લાખ રૂપિયા વસૂલ કરવાનો આદેશ આપ્યો

પ્રતીકાત્મક તસવીર

એક સિનિયર પોલીસ ઑફિસરે મંગળવારે જણાવ્યું હતું કે એક કૉન્સ્ટેબલ હાઈ કોર્ટના ન્યાયધીશની ઑફિશિયલ કાર જૉયરાઇડ માટે લઈ ગયો હતો અને એ ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી. કૉન્સ્ટેબલને સર્વિસમાંથી બરતરફ કરવામાં આવ્યો છે.

૨૦૧૬માં પોલીસ દળમાં જોડાયેલો કૉન્સ્ટેબલ બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચના જસ્ટિસ વાલ્મીકિ સા મેનેઝીસના ઑફિશિયલ બંગલાના ગાર્ડ તરીકે ડ્યુટી પર હતો. ચોથી એપ્રિલે તેણે પરવાનગી વિના જજને સોંપાયલી કાર ઉપાડી હતી અને વાયુસેનાનગરમાંથી પસાર થતી વખતે એ ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી. અધિકારીએ જણાવ્યા મુજબ નાગપુરના પોલીસ કમિશનર અમિતેશકુમારે કારના સમારકામના ખર્ચ માટે કૉન્સ્ટેબલના નિવૃત્તિ લાભોમાંથી ૨.૨૮ લાખ રૂપિયા વસૂલ કરવાનો આદેશ આપ્યો હતો.

mumbai mumbai news maharashtra nagpur bombay high court mumbai high court