વેસ્ટર્ન રેલવેમાં ફરી પૉઇન્ટ ફેલ્યર થતાં ટ્રેનો મોડી દોડી : પ્રવાસીઓ ટ્વીટ કરીને કંટાળ્યા

03 December, 2022 10:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેસ્ટર્ન રેલવેમાં ગઈ કાલે અંધેરી સ્ટેશન પાસે અને વિરારમાં પૉઇન્ટ ફેલ્યર થયું હતું

ફાઇલ તસવીર

વેસ્ટર્ન રેલવેમાં બે દિવસ પહેલાં જ પીક-અવર્સમાં સવારે ૭ વાગ્યે અંધેરી સ્ટેશન પાસે પૉઇન્ટ ફેલ્યર થતાં ૭ લોકલ ટ્રેન કૅન્સલ કરવામાં આવી હતી તો ૨૮ ટ્રેનો મોડી દોડી હતી. છેલ્લા અનેક મહિનાથી અવારનવાર આ સમસ્યા સર્જાઈ રહી છે. ગઈ કાલે પણ ફરી વેસ્ટર્ન રેલવેના વિરાર પાસે પૉઇન્ટ ફેલ્યર થતાં લોકલ ટ્રેનો પીક-અવર્સમાં અસરગ્રસ્ત થઈ હતી. એથી પ્રવાસીઓ પણ ટ્રેન મોડી દોડતી હોવાની ટ્વીટ કરીને કંટાળ્યા હતા.

વેસ્ટર્ન રેલવેમાં ગઈ કાલે સવારે ૭.૩૪ વાગ્યે અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર વિરારમાં પૉઇન્ટ ફેલ્યર થયું હતું, જેને સવારે ૮ વાગ્યે ઉકેલવામાં આવ્યું હતું. જોકે આને કારણે ફરી લોકલ સેવા પ્રભાવિત થઈ હતી. પીક-અવર્સમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ દરરોજ મોડી દોડતી ટ્રેનથી ભારે હેરાન-પરેશાન હતા. અનેક પ્રવાસીઓએ રેલવેને ટ્વીટ કરીને ફરિયાદ કરી હતી કે ફરી પાછું 
પૉઇન્ટ ફેલ્યર થતાં પ્રવાસીઓ હેરાન થઈ રહ્યા છે.

mumbai mumbai news western railway andheri virar