હાઉઝ ધ જોશ ? : પીએમ મોદી

20 January, 2019 07:32 AM IST  |  મુંબઈ

હાઉઝ ધ જોશ ? : પીએમ મોદી

પીએમ મોદી બાળકોના સેક્શનમાં પણ ગયા હતા

‘ઉરી’ ફિલ્મનો ડાયલૉગ ‘હાઉઝ ધ જોશ’ ઉચ્ચારીને લોકોમાં અદ્ભુત ઊર્જાની નવી લહેર ફેલાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મુંબઈમાં ફિલ્મ ડિવિઝન કૅમ્પસમાં ભારતીય ફિલ્મ હેરિટેજને દર્શાવતા એકમાત્ર ‘નૅશનલ મ્યુઝિયમ ઑફ ઇન્ડિયા’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને સેન્ટ્રલ ર્બોડ ઑફ ફિલ્મ સર્ટિફિકેટ (સેન્સર બોર્ડ)ના વડા પ્રસૂન જોશી હાજર રહ્યા હતા.

પીએમ મોદીએ ગાંધીના સ્ટેચ્યુ પાસે બેસીને ફોટો પડાવ્યો 

‘હાઉ ઇઝ ધ જોશ’ એમ ફિલ્મી રીતે નરેન્દ્ર મોદીએ કાર્યક્રમમાં પૂછેલા પ્રfને વાતાવરણમાં નવી ઊર્જા ઉદ્ભવી હતી અને એવા જ જોશમાં હાજર લોકોએ ‘હાય સર’ કહીને વડા પ્રધાનનું તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કર્યું હતું. ભારતીય ફિલ્મો દુનિયાના ખૂણેખૂણામાં ભારતીયતાનું પ્રતિનિધિત્વ કરી રહી છે એમ જણાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમમાં વક્તવ્ય આપતાંહ્યું હતું કે, ‘ફિલ્મ અને સમાજ એકબીજાનું પ્રતિબિંબ છે. આપણે ભારતની ગરીબી અને અસહાયતા પર ઘણી ફિલ્મો જોઈ છે, પરંતુ હવે ભારત બદલાઈ રહ્યું છે અને એ સાથે ફિલ્મોના વિષય પણ બદલાઈ રહ્યા છે. હવે ફિલ્મોમાં દસ લાખ સમસ્યા દેખાડવાની સાથે એના માટે એક અબજ ઉકેલ પણ દેખાડવામાં આવી રહ્યા છે. ફિલ્મજગતમાં મુખ્ય સમસ્યા પાઇરસી બની છે. પાઇરસી પર અંકુશ લાવવા માટે સરકાર સિનેમૅટોગ્રાફ ઍક્ટ ૧૯૫૨માં સુધારા કરવાના પ્રયત્ન કરશે.’

પીઢ ફિલ્મ કલાકાર મનોજકુમાર સાથે પીએમ મોદીએ મુલાકાત કરી હતી

ફિલ્મજગતના ઇતિહાસમાં નામ નોંધનારા આ પ્રસંગે આશા ભોસલે, એ. આર. રહમાન, જિતેન્દ્ર, આમિર ખાન, રણધીર કપૂર જેવી બૉલીવુડની ઘણી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. મુંબઈ ફિલ્મ ડિવિઝન કૅમ્પસમાં ૧૯મી સદીના ઐતિહાસિક ગુલશન મહેલમાં ‘નૅશનલ મ્યુઝિયમ ઑફ ઇન્ડિયા’ ૧૪૦.૬૧ કરોડ રૂપિયાની કિંમતે તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ સુરતઃપીએમ મોદીએ કરી કે-9 વજ્ર ટેન્કની સવારી

વિઝ્યુઅલ્સ, ગ્રાફિક્સ, આર્ટિફિકેશન, ઇન્ટરૅક્ટિવ પ્રદર્શન અને મલ્ટિમિડિયાના એક્સ્પોઝિશનની મદદથી ભારતીય ફિલ્મોની ગાથાની ઝલક આ મ્યુઝિયમમાં જોવા મળશે. આ ઉપરાંત સીમાસાહેબ ફાળકેની ‘રાજા હરિશ્ચંદ્ર’ અને ‘કાલિયા મર્દન’ ફિલ્મોનાં દૃશ્યોના ફોટો તેમ જ જૂના કૅમેરાની પ્રતિકૃતિ અને દુર્લભ ફોટો જોવા મળશે.

narendra modi mumbai news