મહાપરિનિર્વાણ દિવસે દાદરમાં ઊમટશે મહેરામણ: વડા પ્રધાન એને સંબોધશે

26 November, 2021 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે ભારત સરકારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સાથે મહાપરિનિર્વાણ દિવસને જોડવાની જાહેરાત કરી છે. એ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઑડિયો-વિઝ્યુઅલ માધ્યમથી લોકો સાથે સંવાદ સાધશે.

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

શહેરમાં કોરોના પછીના પ્રતિબંધો હળવા થઈ ગયા છે. તેથી આ વર્ષે ૬ ડિસેમ્બરે મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કોરોના પહેલાંના સમય જેવી થશે. દર વર્ષે મહાપરિનિર્વાણ દિવસે બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓ મોટી સંખ્યામાં દાદરમાં આવેલી ચૈતભૂમિની મુલાકાત લે છે. જોકે આ વર્ષે ભારત સરકારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સાથે મહાપરિનિર્વાણ દિવસને જોડવાની જાહેરાત કરી છે. એ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઑડિયો-વિઝ્યુઅલ માધ્યમથી લોકો સાથે સંવાદ સાધશે.
દાદરના શિવાજી પાર્કમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય વિભાગે રાજ્ય સરકારને આ અંગે માહિતી આપીને જણાવ્યું છે. કેન્દ્ર સરકારે સુ​ધરાઈના વૉર્ડ અધિકારીને સૂચના આપી છે. મહાપરિનિર્વાણ દિવસ અને અમૃત મહોત્સવની સહિયારી ઉજવણી મહારાષ્ટ્રમાં મુંબઈ ઉપરાંત પુણે, નાગપુર અને રત્નાગિરિમાં યોજાશે.

Mumbai mumbai news dadar narendra modi