ઑફિસ ઑફ પ્રૉફિટ વિવાદ: વાઇકર અને સાવંતની અપૉઇન્ટમેન્ટ રદ

26 February, 2020 07:43 AM IST  |  Mumbai | Sanjeev Shivadekar

ઑફિસ ઑફ પ્રૉફિટ વિવાદ: વાઇકર અને સાવંતની અપૉઇન્ટમેન્ટ રદ

ઉદ્ધવ ઠાકરે

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના વિધાનસભ્ય રવીન્દ્ર વાઇકર અને સંસદસભ્ય અરવિંદ સાવંતની કરેલી નિયુક્તિ મહારાષ્ટ્ર સરકારે રદ કરી હતી. એ નિમણૂકો રદ કરતાં ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (જીઆર) ગઈ કાલે બહાર પાડવામાં આવ્યા હતા.

રવીન્દ્ર વાઇકર અને અરવિંદ સાવંત

મુખ્ય પ્રધાને ચીફ મિનિસ્ટર્સ ઑફિસના ચીફ કો-ઑર્ડિનેટરના હોદ્દા પર વિધાનસભ્ય રવીન્દ્ર વાઇકરની અને અને સંસદસભ્ય અરવિંદ સાવંતની સ્ટેટ પાર્લમેન્ટરી કો-ઑર્ડિનેશન કમિટીના અધ્યક્ષપદે અરવિંદ સાવંતની નિમણૂક કરી હતી. એ બન્ને નિયુક્તિઓ ‘ઑફિસ ઑફ પ્રૉફિટ’ અને ‘કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટ’ના નિયમ હેઠળ આવવાનો વિવાદ જાગ્યો હતો, પરંતુ મંત્રાલયનાં સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે રવીન્દ્ર વાઇકર અને અરવિંદ સાવંતને ‘અમે નિમણૂકો સ્વીકારી નથી’ એવું કહેવાની સૂચના પક્ષના મોવડીમંડળ તરફથી આપવામાં આવી હતી.

uddhav thackeray shiv sena mumbai news sanjeev shivadekar