ગત વર્ષે આખા ચોમાસામાં ન પડ્યાં એટલાં વૃક્ષો છેલ્લા 2 મહિનામાં પડ્યાં

06 August, 2019 01:08 PM IST  |  | પ્રાજક્તા કાસલે

ગત વર્ષે આખા ચોમાસામાં ન પડ્યાં એટલાં વૃક્ષો છેલ્લા 2 મહિનામાં પડ્યાં

વૃક્ષો પડવાના કારણે લાખોનું નુકસાન

ચોમાસાના છેલ્લા બે મહિનામાં ૧૮૯૩ વૃક્ષો-શાખાઓ ધરાશાયી થયાનું નોંધાયું હતું. આ સંખ્યા ગત વર્ષ કરતાં ઘણી જ વધારે છે. ૨૦૧૮માં ચોમાસાના ચાર મહિનામાં શહેરમાં ૧૫૮૭ વૃક્ષો-શાખાઓ પડ્યાનું નોંધાયું હતું, જેના કારણે છ વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતાં. આ વખતે એકલા જૂનમાં જ ત્રણ લોકોએ જાન ગુમાવ્યા છે. બે દિવસ અગાઉ એક વૃક્ષ દીવાલ પર પડ્યું અને દીવાલ વ્યક્તિ પર પડતાં તેનું મોત થયું હતું. ઝાડના પડવા પાછળ ઘણાં પરિબળો જવાબદાર હોવા છતાં, વૈજ્ઞાનિક ઢબે વૃક્ષનું ટ્રિમિંગ કરવાનો અભાવ તથા વૃક્ષના ટ્રિમિંગના ઊંચા ભાવ તેનાં મુખ્ય કારણો છે.

આ પણ વાંચો: ધોધમાં ડૂબેલી કચ્છી કૉલેજિયનનો મૃતદેહ ત્રીજા દિવસે હાથ લાગ્યો

દરેક ચોમાસામાં ભારે પવન અને ધોધમાર વરસાદને કારણે ઘણાં ઝાડ જડમૂળથી ઊખડી જાય છે અને સેંકડો મોટી ડાળીઓ તૂટી પડે છે, જે કેટલીક વખત જીવલેણ દુર્ઘટનામાં પરિણમે છે. બીએમસીએ જૂન ૨૦૧૯માં બે વર્ષના ગાળા માટે ઝાડના ટ્રિમિંગ માટે રૂ. ૯૦ કરોડનો કૉન્ટ્રૅક્ટ આપ્યો છે અને કરારમાં નવી કલમ પણ ઉમેરી છે, જે મુજબ વૃક્ષ ધરાશાયી થવાને કારણે કોઈપણ અકસ્માત સર્જાય તો તે માટે કૉન્ટ્રૅક્ટર જવાબદાર રહેશે. અગાઉ પણ બીએમસીએ એવો દાવો કર્યો હતો કે, તેઓ વૈજ્ઞાનિક ઢબે ટ્રિમિંગ કરે છે, પણ તેનાથી વૃક્ષો કે ડાળીઓ પડી જવાની સંખ્યામાં કશો ફર્ક પડ્યો ન હતો.

mumbai rains gujarati mid-day