11 September, 2025 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીરો : કીર્તિ સુર્વે પરાડે
દર વર્ષની પરંપરા મુજબ અંધેરીચા રાજાની મૂર્તિનું ગઈ કાલે સંકષ્ટ ચતુર્થીના દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું. તસવીરો : કીર્તિ સુર્વે પરાડે
મહારાષ્ટ્ર સરકારે લાગુ કરેલા જન સુરક્ષા કાયદાનો વિરોધ કરવા ગઈ કાલે વિરોધી પક્ષો દાદરમાં શિવાજી પાર્ક પાસે ભેગા થયા હતા. તસવીર : શાદાબ ખાન
પિતૃપક્ષની શરૂઆત થઈ જતાં દેશભરનાં શ્રદ્ધાનાં ધામોમાં લોકો અત્યારે પિંડદાન સહિતના કર્મકાંડ માટે પહોંચી રહ્યા છે. આ મહિનામાં પોતાના પૂર્વજોના આત્માની મુક્તિ માટે પવિત્ર નદીઓના કિનારે જઈને લોકો તર્પણવિધિ કરાવતા હોય છે. મધ્ય પ્રદેશના ભોપાલ અને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં તર્પણવિધિ અને પિંડદાન કરવા માટે પહોંચેલા લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.
બોર્ડ હટાવતા લોકો અને બ્રિજ પરથી પસાર થતાં વાહનો. તસવીરો : સૈયદ સમીર અબેદી
અહીંથી હટીશું પણ નહીં અને બ્રિજ પણ બંધ નહીં થવા દઈએ એમ કહીને સ્થાનિકોએ એલ્ફિન્સ્ટન બ્રિજ બંધ હોવાની સૂચના આપતું પાટિયું ગઈ કાલે રાત્રે હટાવી દીધું હતું. મુંબઈ ટ્રાફિક ડિપાર્ટમેન્ટે ૧૦ સપ્ટેમ્બરથી પરેલ અને એલ્ફિન્સ્ટનને જોડતા એલ્ફિન્સ્ટન બ્રિજને બંધ કરવાની સૂચના આપી હતી. સ્થાનિક રહેવાસીઓએ તેમના રીલોકેશન માટે પ્રશાસન તરફથી કોઈ સ્પષ્ટતા ન મળે ત્યાં સુધી બ્રિજ બંધ કરવામાં નહીં આવે એમ કહ્યું હતું. આ બ્રિજના રીડેવલપમેન્ટને કારણે પરેલનાં ૧૯ બિલ્ડિંગને અસર થશે. એથી રહીશોએ બુધવારે રાતે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. હાલમાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ પુલના રીડેવલપમેન્ટ માટે નવી તારીખ ન આવે ત્યાં સુધી કાર્યવાહી ન કરવાની સૂચના આપી છે.