મહારાષ્ટ્ર સરકાર જરૂરિયાતમંદોને દસ રૂપિયામાં જમાડશે

27 January, 2020 11:43 AM IST  |  Mumbai | Mumbai Desk

મહારાષ્ટ્ર સરકાર જરૂરિયાતમંદોને દસ રૂપિયામાં જમાડશે

શિવ ભોજન યોજનાનું ઉદ્ઘાટન કરતા એકનાથ શિંદે

71મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મહારાષ્ટ્ર સરકારે રવિવારે 'શિવ ભોજન' સ્કિમની શરૂઆત કરી. આ યોજના અંતર્ગત જરૂરિયાત મંદોને દસ રૂપિયાની નજીવી કિંમતે સંપુર્ણ આહાર પ્રાપ્ત થઇ શકશે. સ્ટેટ કેબિનેટ મિનિસ્ટર એકનાશ શિંદેએ થાણેમાં આવેલા કેન્દ્ર ખાતે આ યોજાનનું ઉદ્ગાટન કર્યું. થાણેમાં આવા ત્રણ કેન્દ્ર છે, આ ઉપરાંત બે ભિંવડીમાં તથા મીરા ભાયંદર અને વાશીમાં એક એક કેન્દ્ર છે.

શિંદેએ જણાવ્યું કે, "મુખ્યમંત્રી ઉદ્દવ ઠાકરેએ ચુંટણી પહેલા જરૂરિયાતમંદોને વચન આપ્યું હતું કે તેઓ દસ રૂપિયામાં ભોજન ઉપલબ્ધ કરાવશે અને હવે તે વચન પુરું કરાયું છે. આ પાઇલોટ પ્રોજેક્ટમાં બે રોટલી, દાળ, ભાત અને શાક, બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી મળી શકશે. શરૂઆતી તબક્કામાં 100 જણાને કેન્દ્ર પરથી દસ રૂપિયામાં ભોજન અપાશે. દરેક પ્લેટની કિંમત 50 રૂપિયા છે એટલે કે બાકીના 40 રૂપિયા રાજ્ય સરકાર પોતાની તરફથી ભંડોળ આપીને સબ્સિડાઇઝ કરશે."

થાણેના શિવ ભોજન કેન્દ્રમાં શિંદેની સાથે ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કલેક્ટર રાજેશ નાર્વેકર, થાણેનાં મેયર નરેશ મસ્કે, શિવસેનાનાં સાંસદ રાજન વિચારે તથા એમએલએ રવિન્દ્ર ફાટક હાજર હતા.

mumbai maharashtra shiv sena thane mira road bhayander