હું બીજેપી સામે મેદાનમાં લડ્યો એ યોગ્ય હતું : ઉદ્ધવ ઠાકરે

01 December, 2019 01:33 PM IST  |  Mumbai

હું બીજેપી સામે મેદાનમાં લડ્યો એ યોગ્ય હતું : ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતની કસોટી પાસ કર્યા બાદ સીએમ ઉદ્ધવ ઠાકરેએ પોતાની આગવી શૈલીમાં વિપક્ષ બીજેપી પર જોરદાર પ્રહાર કર્યા હતા. ૩૦ વર્ષથી સાથી રહેલા બીજેપીના વૉકઆઉટ અંગે તેમણે ભારે ટીકા કરી હતી અને કહ્યું હતું કે ‘હું અત્યાર સુધી મેદાનમાં લડનાર લડાકુ માણસ રહ્યો છું, પરંતુ અહીં બીજેપીનું સરકાર વિરોધી જોવામાં આવતા વર્તનથી લાગે છે કે બીજેપી સામેની મેદાની લડાઈ યોગ્ય હતી. તેમણે એમ પણ કહ્યું કે મતભેદ દર્શાવવાની પોતાની એક આગવી શૈલી અને રીત હોય છે, પરંતુ અહીં જે રીતે બીજેપીએ વાત મૂકી છે એ યોગ્ય નથી. ઉદ્ધવ ઠાકરેએ સરકારને ટેકો આપવા બદલ ધારાસભ્યોનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો : બીજેપીના વિરોધ-વૉકઆઉટ વચ્ચે 169-0

તેમણે કહ્યું કે બંધારણનો અમારો કોઈ વિરોધ નથી. જો આપણે બધા મહાપુરુષોનાં નામ લઈને શપથ ગ્રહણ કરીએ તો એમાં ખોટું શું છે? હું ફરીથી અને ફરીથી આ રીતે સોગંદ લઈશ. તેમણે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ અથવા બાબા સાહેબ આંબેડકરના નામે શપથ લેવા ખોટા નથી.

uddhav thackeray bharatiya janata party mumbai news shiv sena