મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ત્રણ દિવસના મિની વેકેશન પર મહાબળેશ્વરમાં

01 February, 2020 07:31 AM IST  |  Mumbai | Sanjeev Shivadekar

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ત્રણ દિવસના મિની વેકેશન પર મહાબળેશ્વરમાં

ઉદ્ધવ ઠાકરે

નવેમ્બર મહિનાની ૨૮ તારીખે રાજ્યના મુખ્ય પ્રધાનનો પદભાર સંભાળ્યાના બે મહિના કરતાં વધુ સમય વીત્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ પહેલી વખત તેમની રોજિંદી દિનચર્યામાંથી વિરામ લીધો છે. શુક્રવારે બપોરે મુખ્ય પ્રધાન તેમના પરિવાર સાથે ત્રણ દિવસ માટે મહાબળેશ્વર ગયા છે. અહીં તેઓ શિવસેનાના વિધાનસભ્ય ભાસ્કર જાધવના લગ્ન-સમારંભમાં હાજરી આપીને રવિવારે મુંબઈ પાછા ફરશે.

આ પણ વાંચો : આફૂસ કેરી આવી ગઈ છે: હોલસેલમાં ડઝનના 2000 રૂપિયા ઓન્લી...

વિધાનસભાની ચૂંટણી પછી મુખ્ય પ્રધાનના પદ બાબતે બીજેપી અને શિવસેના વચ્ચેના મતભેદને કારણે ગઠબંધનમાં તિરાડ પડતાં રાજ્યમાં લગભગ એક મહિનો રાજકીય કટોકટીનું વાતાવરણ સર્જાયું હતું. ત્યાર બાદ કૉન્ગ્રેસ અને એનસીપીની મદદથી શિવસેનાએ સરકાર રચી હતી, જેમાં ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાનપદે બિરાજ્યા હતા. આ પહેલાં પણ બીજેપી અને શિવસેનાના ગઠબંધન માટે ઉમેદવારોની પસંદગી તેમના માટે ચૂંટણી પ્રચાર જેવાં કાર્યોને લઈને ઉદ્ધવ ઠાકરે સતત વ્યસ્ત રહ્યા હતા.

uddhav thackeray mumbai mumbai news shiv sena sanjeev shivadekar