મુંબઈ : બીએમસીની સમિતિઓની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ

01 October, 2020 11:55 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈ : બીએમસીની સમિતિઓની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ અને શિક્ષણ સમિતિના અધ્યક્ષપદની આગામી ચૂંટણીઓ માટે કૉન્ગ્રેસ, બીજેપી અને શિવસેનાના સભ્યોએ ગઈ કાલે ઉમેદવારી પત્રકો ભરતાં હવે એ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નિશ્ચિત બન્યો છે. છેલ્લાં ત્રણ વર્ષોથી આ સમિતિઓની ચૂંટણીમાં અધ્યક્ષો બિનહરીફ ચૂંટાતા હતા, પરંતુ મુંબઈ વડી અદાલતના આદેશને પગલે હવે એ સમિતિઓને માટે અન્ય પક્ષોએ ઉમેદવારી કરી છે. સામાન્ય રીતે મહાનગરપાલિકાની સમિતિઓની ચૂંટણીઓ દર વર્ષે માર્ચ મહિનામાં યોજાય છે, પરંતુ આ વર્ષે કોરોના રોગચાળાને કારણે લૉકડાઉનને લીધે સમિતિઓની ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી હતી. મહાનગરપાલિકામાં શિવસેનાની બહુમતી હોવાથી દરેક સમિતિમાં તેમના સૌથી વધારે સભ્યો છે. ત્રણ વર્ષોથી કૉન્ગ્રેસ તથા બીજેપીએ ચૂંટણીઓમાં ઉમેદવારી કરતા નહોતા. રાજ્ય સ્તરે કૉન્ગ્રેસ, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ અને સમાજવાદી પક્ષ સાથે શિવસેનાના ગઠબંધન પછી બીજેપીએ વિરોધ પક્ષની ભૂમિકા ભજવતાં પાલિકાની સમિતિઓના અધ્યક્ષોની ચૂંટણીઓમાં ઉમેદવારી પત્રકો ભરવાનું શરૂ કર્યું હતું. મુંબઈ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતાનો હોદ્દો પ્રાપ્ત કરવાની માગણી સાથે બીજેપીના નેતા પ્રભાકર શિંદેએ કરેલી અરજી મુંબઈ વડી અદાલતે નામંજૂર કરી હતી.

mumbai mumbai news coronavirus covid19 lockdown brihanmumbai municipal corporation bharatiya janata party congress shiv sena prajakta kasale