મુંબઈગરાંઓ ગુજરાત જવા બોરીવલીની ભીડથી બચી શકશે, જોગેશ્વરી ટર્મિનસનું કામ થશે શરૂ

25 May, 2023 11:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈથી ગુજરાત (Mumbai To Gujarat)જવા માટે હવે મુંબઈગરાંઓને વધુ એક ટર્મિનસ મળશે. મુંબઈવાસીઓ હવે જોગેશ્વરી ટર્મિનસ (Jogeshwari Terminus)નો લાભ લઈ બોરીવલીની ભીડથી બચી શકશે.

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા કેટલાક વર્ષોમાં મુંબઈ (Mumbai)માં લાંબા અંતરના રેલવે ટર્મિનસ પર મુસાફરી કરનારા યાત્રીઓ(Mumbai To Gujarat)ની સંખ્યા વધી રહી છે. જેને ધ્યાને રાખી મુંબઈના ઉપનગરીય માર્ગ પર વધુ એક રેલ ટર્મિનસ બનાવવાની જરૂરિયાત છેલ્લા કેટલાક વર્ષથી હતી. આગામી જૂન 2024 સુધી મુંબઈગરાંઓને જોગેશ્વરી ટર્મિનસ (Jogeshwari Terminus)ના રૂપમાં એક નવું રેલવે ટર્મિનસ મળશે. 

પશ્ચિમ રેલવેએ માર્ચ મહિનામાં જોગેશ્વરી રેલવે ટર્મિનસનું નિર્માણ કરવાનું ટેન્ડર ખોલ્યું હતું. આ પરિયોજના સંબંધિત જે કંપનીને ટર્મિનસનું નિર્માણ કરવાનું ઠેકો મળ્યો છે તેને ટર્મિનસનું કામ શરૂ કરવા માટે પશ્ચિમ રેલવે(Western Railway)તરફથી મંજૂરીપત્ર આગામી સોમવાર સુધીમાં મળી જશે. જોગેશ્વરી ટર્મિનસનું કામ જૂન મહિનાથી શરૂ થશે. 

ટર્મિનસની યોજના 

બોરીવલી ભીડ થશે ઓછી

જોગેશ્વરી ટર્મિનસના નિર્માણ બાદ મુંબઈ અને ગુજરાત વચ્ચે ચાલતી આશરે 12 વિશેષ ટ્રેન છે, જે અમદાવાદ, વડોદરા, અને ગાંધીનગર માટે ચાલે છે. આ ટ્રેનોને જોગેશ્વરીથી ચલાવવામાં આવી શકે છે. 70 ટકા યાત્રીઓ બોરીવલીથી ટ્રેન પકડે છે.ગુજરાત માટે જોગેશ્વરી સ્ટેશન પરથી ટ્રેન શરૂ થવાથી બોરીવલી સ્ટેશન પર થતી ભીડ ઓછી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મુંબઈ સેન્ટ્રલ અને બાન્દ્રા ટર્મિનસથી ઉત્તર ભારત અને ગુજરાતની અધિકતર ટ્રેનો ચાલે છે. 

મુંબઈના રેલ ટર્મિનસ

પશ્ચમિ રેલવેઃ મુંબઈ સેન્ટ્રેલ ટર્મિનસ, દાદર ટર્મિનસ, બાંદ્રા ટર્મિનસ

મધ્ય રેલવે: મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર ટર્મિનસ, લોકમાન્ય ટિળક ટર્મિનસ

 

 

 

 

 

 

mumbai news jogeshwari borivali western railway