24 January, 2026 12:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈનાં ઈસ્ટર્ન સબર્બ્સના કેટલાક ભાગોમાં ૨૭ જાન્યુઆરીથી ૭ ફેબ્રુઆરી સુધી ૧૦ ટકા પાણીકાપ રહેશે. થાણેના પીસે ખાતે ન્યુમેટિક ગેટ સિસ્ટમ પર ઍન્યુઅલ મેઇન્ટેનન્સ હાથ ધરવામાં આવશે, જેને કારણે થાણે અને ભિવંડી-નિઝામપુર કૉર્પોરેશનની હદમાં આવતા અમુક ભાગોમાં પાણીકાપ રહેશે. નેવલ ડૉકયાર્ડ વિસ્તાર, ભીંડીબજાર, બોહરી મોહલ્લા, ઘોઘારી મોહલ્લા સહિત B, E, F વૉર્ડમાં પાણીકાપની અસર રહેશે. ઉપરાંત મુલુંડ (ઈસ્ટ અને વેસ્ટ), ભાંડુપ, નાહૂર, કાંજુરમાર્ગ અને વિક્રોલી-ઈસ્ટ, ઘાટકોપર-ઈસ્ટ, કુર્લા-ઈસ્ટ સહિત અમુક વિસ્તારોમાં ૧૦ ટકા પાણીકાપ રહેશે.
વૈતરણા પાઇપલાઇનના જોડાણના કામ માટે ૨૭ જાન્યુઆરીએ સવારે ૧૦ વાગ્યાથી ૨૮ જાન્યુઆરીએ સવારે ૧૦ વાગ્યા સુધી મુલુંડ-વેસ્ટ અને ભાંડુપ-વેસ્ટના S અને T વૉર્ડ તથા થાણેના અમુક વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે.