NIAને મળેલી સચિન વઝેની ડાયરીમાં અમાઉન્ટની સામે કોડવર્ડ્‍સ

23 March, 2021 09:43 AM IST  |  Mumbai | Faizan Khan

એનઆઇએને શંકા છે કે આ રકમ સચિન વઝે અને તેના સાગરીતોએ બાર, હોટેલ અને રેસ્ટોરાં પાસેથી ઉઘરાવેલી ખંડણીની હોઈ શકે

ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટ

ઍન્ટિલિયા પાસે મળી આવેલી સ્કૉર્પિયોના કેસની તપાસ કરી રહેલી એનઆઇએને મુંબઈ પોલીસ કમિશનરેટ ઑફિસમાં આવેલી સીઆઇયુ (ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટ)ની ઑફિસમાંથી સચિન વઝેની એક ડાયરી હાથ લાગી છે જેમાં અમાઉન્ટની સામે કોડવર્ડ્સ લખવામાં આવ્યા છે. એનઆઇએને શંકા છે કે એ રકમ સચિન વઝે અને તેના સાગરીતોએ બાર, હોટેલ અને રેસ્ટોરાં પાસેથી ઊઘરાવેલી ખંડણીની હોઈ શકે.

હાલમાં જ ‘મિડ-ડે’એ કેટલાક બાર-ઑનર્સ અને રેસ્ટોરાં-ઑનર્સ સાથે વાત કરી હતી, જેમાં તેમણે સચિન વઝે દ્વારા ફન્ડ કલેક્શનના નામે ફેલાવેલી દહેશતની વાત કરી હતી. એટલું જ નહીં, સચિન વઝે નવેમ્બરથી એ ફન્ડ ઊઘરાવી રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું. સચિન વઝેની ધરપકડ બાદ એનઆઇએએ ૧૬ માર્ચના ક્રૉફર્ડ માર્કેટ પાસે આવેલા મુંબઈ પોલીસના હેડ ક્વૉર્ટરના ચોથા માળે આવેલી સીઆઇયુની ઑફિસ જેના સચિન વઝે હેડ હતા એની તલાશી લીધી હતી. ત્યાંથી તેમણે સચિન વજેનો મોબાઇલ, લૅપટૉપ અને કેટલાક દસ્તાવેજો હસ્તગત કર્યાં હતાં. એ દસ્તાવેજોમાં આ ડાયરી મળી આવી હતી. એનઆઇએએ આ બાબતે કોઈ વધુ માહિતી આપવાનું ટા‍ળ્યું હતું, પણ સૂત્રોના જણાવ્યા મુજબ એનઆઇએ આ ડાયરીની વિગતો બાબતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ને તાપસ કરવા કહે. તેમને શંકા છે કે એ વિગતો મની-લૉન્ડરિંગ (હવાલા)ને લગતી હોવી જોઈએ.

mumbai mumbai news uddhav thackeray mumbai police anti-terrorism squad faizan khan