Mumbai Rains : Uber અને Ola લઈ રહ્યું મનફાવે એટલી કિંમત

04 September, 2019 05:20 PM IST  |  Mumbai

Mumbai Rains : Uber અને Ola લઈ રહ્યું મનફાવે એટલી કિંમત

Mumbai : માયાનગરી મુંબઈમાં બુધવારે સવારથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે લોકો માટે આવવું જવું પણ મુશ્કેલ થઈ ગયું છે. ત્યાં રસ્તાઓ પર જગ્યાએ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે ટ્રેન રદ કરવામાં આવી છે. બીએમસીના આદેશથી સ્કૂલ કોલેજ પણ બંધ કરવામાં આવ્યા છે. ત્યાં સુધી કે વરસાદના કારણે બહાર નીકળવા માટે પણ લોકોને ઉબર ગો અને ઓલાનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. અને તે પણ લોકોની પરેશાનીનું કારણ બની ગયું છે. ટ્વિટર પરર એક પોસ્ટના માધ્યમથી સામે આવેલી જાણકારી અનુસાર ઉબર અને ઓલા પોતાના પેસેન્જર્સ પાસેથી મનફાવે એટલી કિંમત વસૂલી રહ્યા છે.


ટ્વિટર પર એક પોસ્ટના માધ્યમથી શેર કરવામાં આવ્યું છે કે મુંબઈના વરસાદમાં ઉબેર ગો અને ઓલાનો ઉપયોગ કરવા માટે લગભગ 2,000 રૂપિયા આપવા પડી રહ્યા છે. સામાન્ય સંજાગોમાં આ જ અંતર માટે 200 રૂપિયા લાગતા હતા. એક તરફ વરસાદ અને બીજી તરફ ઉબર ગો અને ઓલા ચિંતાનો વિષય બન્યું છે.

આ પણ જુઓ : Mumbai Rain:મૂશળધાર વરસાદથી ઠેકઠેકાણે ભરાયા ઘૂંટણસમા પાણી, જુઓ ફોટોઝ

કેબ પર 1000થી વધુનો ચાર્જ લેવામાં આવે છે
સામે આવેલી જાણકારી અનુસાર ઉબર એપ પર કેબ ઉબર ગો માટે 1,430 રૂપિયા પ્રીમિયમ માટે 1620 રૂપિયા અને પૂલ માટે 1,215 રૂપિયા આપવા પડી રહ્યા છે. એવામાં લોકોને બહાર નીકળતા પહેલા વિચારવું પડી રહ્યું છે.

આ પણ જુઓ : Mumbai Rain: મુંબઈમાં છેલ્લા 12 કલાકથી સતત વરસાદ, હજીય રસ્તાઓ છે પાણીમાં

Ola અને Uber ની મનમાનીનું મુખ્ય કારણ શહેરમાં ભારે વરસાદ
Uber Go અને Ola ની આ મનમાનીનું કારણ એ પણ છે કે મુંબઈમાં ભારે વરસાદના કારણે બસ અને ટ્રેનની રફ્તાર સાવ રોકાઈ ગઈ છે. એવામાં લોકોને બહાર નીકળવા માટે ઉબર કે ઓલનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.

national news mumbai news ola uber