Mumbai Rains: 24 કલાકમાં 13 ઈંચ વરસાદ, 46 વર્ષનો રેકૉર્ડ તૂટયો

07 August, 2020 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Rains: 24 કલાકમાં 13 ઈંચ વરસાદ, 46 વર્ષનો રેકૉર્ડ તૂટયો

શહેરમાં બુધવારે પુરની સ્થિતિ નિર્માણ થઈ હતી (ફાઈલ તસવીર)

મુંબઈમાં મંગળવાર અને બુધવારે પડી રહેલા મુશળધાર વરસાદે ગુરુવારે થોડોક બ્રેક લીધો હતો. પરંતુ આ દરમ્યાન પડેલા વરસાદે છેલ્લા 46 વર્ષનો રેકૉર્ડ તોડયો છે. શહેરના સૌથી પોશ વિસ્તાર કોલાબામાં હવામાન ખાતાએ આપેલી માહિતી પ્રમાણે ગુરુવારે સવારે 8.30 વાગ્યા સુધીમાં શહેરમાં 332 મીમી એટલે કે 13 ઈંચ વરસાદ નોંધાયો હતો. શહેરમાં 24 કલાકમાં 13 ઈંચ વરસાદ નોંધાતા 46 વર્ષનો રેકૉર્ડ તૂટયો છે. આ પહેલાં ૧૯૭૭માં ૧૨ કલાકમાં કોલાબામાં ૨૬૨ મિલીમીટર વરસાદ પડ્યો હતો.

આ પણ જુઓ: ૨૬/૭નું રી-રન, મુંબઈ ડૂબ્યું

ગુરુવારે સવારે 5.30 વાગ્યા સુધીમાં કોલાબામાં 330 મીમી અને સાન્તાક્રુઝમાં 146 મીમી વરસાદ નોંધાયો હતો. આ સાથે જ મુંબઈમાં ચોમાસાની ઋતુના પહેલાં 65 દિવસમાં 2,320 મીમી વરસાદ નોંધાયો છે. જે આખા ચોમાસાની ઋતુના સરેરાશ 2260 મીમી કરતા વધુ છે.

આ પણ જુઓ: Mumbai Rain 2020: લેન્ડ સ્લાઇડ,તોફાની દરિયો અને પાણીમાં ડુબેલા વાહનોમાં વરસાદ જામ્યો

ઓગસ્ટ મહિનાના પહેલાં પાંચ દિવસમાં જ શહેરમાં ચોમાસાનો 78 ટકા વરસાદ નોંધાય ગયો છે. પરંતુ નવાઈની વાત એ છે કે, આટલો બધો વરસાદ વરસ્યો હોવા છતાં શહેરને પાણી પુરું પાડતા જળાશયો હજી ખાલી જ છે.

આ પણ વાંચો: જબ્બર વિરોધાભાસ, શહેરમાં રેડ અલર્ટ અને જળાશયો હજી ખાલીના ખાલી જ

બુધવારે અને ગુરુવારે શહેરમાં પડેલાં મુશળધાર વરસાદ દરમ્યાન મુંબઈ અને મહારાષ્ટ્રમાં એનડીઆરએફની કુલ 16 ટીમ રાહત અને બચાવ કામગીરી માટે તહેનાત કરવામાં આવી હતી. જેમાંથી પાંચ ટીમ તો દક્ષિણ મુંબઈમાં જ હતી.

mumbai mumbai rains mumbai monsoon mumbai news santacruz colaba