Mumbai Rain 2020: લેન્ડ સ્લાઇડ,તોફાની દરિયો અને પાણીમાં ડુબેલા વાહનોમાં વરસાદ જામ્યો

Updated: 4th August, 2020 17:48 IST | Chirantana Bhatt
 • સોમવારે મોડી રાતથી મુંબઇમાં વરસાદે જોર પકડ્યું છે અને શહેરનાં સબર્બ્ઝનું જન જીવન આ કારણે વિખેરાઇ રહ્યું છે. ખાનગી  વેધર એજન્સી સ્કાયમેટ અનુસાર આ માહોલ હજી થોડા દિવસ રહેશે. ગુજરાતનાં દક્ષિણ કાંઠેથી લઇને કર્ણાટકનાં ઉત્તર કિનારા સુધી સાયક્લોનિક સર્ક્યુલેશનની હાજરી ગુજરાતમાં વર્તાઇ છે અને લો પ્રેશર એરિયા બંગાળની ખાડી પર રચાયો છે.

  સોમવારે મોડી રાતથી મુંબઇમાં વરસાદે જોર પકડ્યું છે અને શહેરનાં સબર્બ્ઝનું જન જીવન આ કારણે વિખેરાઇ રહ્યું છે. ખાનગી  વેધર એજન્સી સ્કાયમેટ અનુસાર આ માહોલ હજી થોડા દિવસ રહેશે. ગુજરાતનાં દક્ષિણ કાંઠેથી લઇને કર્ણાટકનાં ઉત્તર કિનારા સુધી સાયક્લોનિક સર્ક્યુલેશનની હાજરી ગુજરાતમાં વર્તાઇ છે અને લો પ્રેશર એરિયા બંગાળની ખાડી પર રચાયો છે.

  1/31
 • એરપોર્ટ પણ પાણીમાં તરબોળ હતું.

  એરપોર્ટ પણ પાણીમાં તરબોળ હતું.

  2/31
 • મુંબઇમાં એક મહીનાનો વરસાદ ઑગસ્ટનાં ત્રણ દિવસમાં જ આવી ગયો હોય તેવી હાલત થઇ છે.

  મુંબઇમાં એક મહીનાનો વરસાદ ઑગસ્ટનાં ત્રણ દિવસમાં જ આવી ગયો હોય તેવી હાલત થઇ છે.

  3/31
 • ઠેર ઠેર પાણી ભરાવાનાં દ્રશ્યો સર્જાયા હતા.

  ઠેર ઠેર પાણી ભરાવાનાં દ્રશ્યો સર્જાયા હતા.

  4/31
 • મુંબઇમાં વરસાદ 6 ઑગસ્ટથી ઘટે તેવી શક્યતા છે. ત્યા સુધી શહેરમાં મધ્યમ વરસાદ અને મોટાં ઝાપટાં પડતા રહેશે.

  મુંબઇમાં વરસાદ 6 ઑગસ્ટથી ઘટે તેવી શક્યતા છે. ત્યા સુધી શહેરમાં મધ્યમ વરસાદ અને મોટાં ઝાપટાં પડતા રહેશે.

  5/31
 • મુંબઇમાં12.47 ઇન્ટેન્સિટીની ભરતીની શક્યતાને પગલે લોકોને બહાર જવાની મનાઇ ફરમાવાઇ છે તથા રેડ એલર્ટ જાહેર કરાયું છે.

  મુંબઇમાં12.47 ઇન્ટેન્સિટીની ભરતીની શક્યતાને પગલે લોકોને બહાર જવાની મનાઇ ફરમાવાઇ છે તથા રેડ એલર્ટ જાહેર કરાયું છે.

  6/31
 • સાયન, દાદર, હિંદમાતા, પોસ્ટલ કોલોની વગેરે વિસ્તારોમાં સોમવારે વરસાદને કારણે પાણી ભરાયાં છે.

  સાયન, દાદર, હિંદમાતા, પોસ્ટલ કોલોની વગેરે વિસ્તારોમાં સોમવારે વરસાદને કારણે પાણી ભરાયાં છે.

  7/31
 • ઠાકુર વિલેજ કાંદિવલીમાં દૂધની ટ્રક ડ્રેનેજમાં ફસાઇ ગઇ હતી.

  ઠાકુર વિલેજ કાંદિવલીમાં દૂધની ટ્રક ડ્રેનેજમાં ફસાઇ ગઇ હતી.

  8/31
 • કાંદિવલી મલાડ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ભેખડ ધસી પડતાં દક્ષિણ દિશામાં જતો ટ્રાફિક સાવ થંભી ગયો હતો. 

  કાંદિવલી મલાડ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ભેખડ ધસી પડતાં દક્ષિણ દિશામાં જતો ટ્રાફિક સાવ થંભી ગયો હતો. 

  9/31
 • જો કે કોઇ જાનહાની નહોતી થઇ અને જલ્દી જ BMCએ  જેસીબી મશિન્સ કામે લગાડ્યા હતા જેથી ધસી આવેલો કાટમાળ, પથ્થરો વગેરે દૂર ખસેડી શકાય. 

  જો કે કોઇ જાનહાની નહોતી થઇ અને જલ્દી જ BMCએ  જેસીબી મશિન્સ કામે લગાડ્યા હતા જેથી ધસી આવેલો કાટમાળ, પથ્થરો વગેરે દૂર ખસેડી શકાય. 

  10/31
 • સાંજ સુધીમાં આ બધું સાફ થશે તેમ મનાય છે

  સાંજ સુધીમાં આ બધું સાફ થશે તેમ મનાય છે

  11/31
 • રસ્તાની એક બાજુએથી ટ્રાફીક પુરી રીતે ડાઇવર્ટ કરાયો હતો.

  રસ્તાની એક બાજુએથી ટ્રાફીક પુરી રીતે ડાઇવર્ટ કરાયો હતો.

  12/31
 • અંધેરી વિરાર વચ્ચે ટ્રેન્સ દોડી રહી હતી.

  અંધેરી વિરાર વચ્ચે ટ્રેન્સ દોડી રહી હતી.

  13/31
 • BMC કમિશનર ચહલે કહ્યું કે 163 પંપ્સનો ઉપયોગ કરીને અલગ અલગ વિસ્તારોમાંથી પાણી કાઢવાની કામગીરી શરૂ કરાઇ છે.

  BMC કમિશનર ચહલે કહ્યું કે 163 પંપ્સનો ઉપયોગ કરીને અલગ અલગ વિસ્તારોમાંથી પાણી કાઢવાની કામગીરી શરૂ કરાઇ છે.

  14/31
 • સાંતાક્રૂઝ ઓબ્ઝરવેટરીએ મંગળવારે પહેલા ત્રણ કલાકમાં જ 19 એમએમ વરસાદ નોંધ્યો હતો જ્યારે થાણેમાં 16 એમએમ વરસાદ થયો હતો.

  સાંતાક્રૂઝ ઓબ્ઝરવેટરીએ મંગળવારે પહેલા ત્રણ કલાકમાં જ 19 એમએમ વરસાદ નોંધ્યો હતો જ્યારે થાણેમાં 16 એમએમ વરસાદ થયો હતો.

  15/31
 • મુંબઇના થાણે વિસ્તારમાં પંદર વર્ષનો એક છોકરો કરંટ લાગવાથી વરસાદી માહોલમાં મૃત્યુ પામ્યો હતો,  વિજળીના થાંભલા પાસેના લાઇવ વાયરને કારણે  આ ઘટના ઘટી હતી.

  મુંબઇના થાણે વિસ્તારમાં પંદર વર્ષનો એક છોકરો કરંટ લાગવાથી વરસાદી માહોલમાં મૃત્યુ પામ્યો હતો,  વિજળીના થાંભલા પાસેના લાઇવ વાયરને કારણે  આ ઘટના ઘટી હતી.

  16/31
 • ઘાટકોપર, મલાડ,  પરેલ જેવા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.

  ઘાટકોપર, મલાડ,  પરેલ જેવા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.

  17/31
 • વરસાદને પગલે મહારાષ્ટ્ર સરકારે મુંબઇ સિટી અને મેટ્રોપોલિટન રિજ્યનમાં રજા જાહેર કરી હતી.

  વરસાદને પગલે મહારાષ્ટ્ર સરકારે મુંબઇ સિટી અને મેટ્રોપોલિટન રિજ્યનમાં રજા જાહેર કરી હતી.

  18/31
 • મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ સિંહ ચહલ અને રાજ્ય મંત્રી આદિત્ય ઠાકરે, મેયર કિશોરી પેડણેકર સહિતનાં અધિકારી તથા રાજકારણીઓએ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

  મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ સિંહ ચહલ અને રાજ્ય મંત્રી આદિત્ય ઠાકરે, મેયર કિશોરી પેડણેકર સહિતનાં અધિકારી તથા રાજકારણીઓએ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

  19/31
 • વડાલામાં રોડ ડિવાઇડર પર ચાલી રહેલા લોકો.

  વડાલામાં રોડ ડિવાઇડર પર ચાલી રહેલા લોકો.

  20/31
 • સેન્ટ્રલ રેલ્વેની હાર્બર લાઇન જે કુર્લા અને છત્રપતિ શિવાજી મહારાજા ટર્મિનસ વચ્ચે દોડે છે તે અટકાવી દેવાઇ હતી અને મેઇન લાઇન્સ પર ગાડીઓ ગોકળગાયની ગતિએ આગળ વધી હતી. જો કે વેસ્ટર્ન રેલ્વેએ બાન્દ્રા ચર્ચગેટ વચ્ચે સેવા બંધ કરી દીધી હતી કારણકે દાદર તથા આસપાસનાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

  સેન્ટ્રલ રેલ્વેની હાર્બર લાઇન જે કુર્લા અને છત્રપતિ શિવાજી મહારાજા ટર્મિનસ વચ્ચે દોડે છે તે અટકાવી દેવાઇ હતી અને મેઇન લાઇન્સ પર ગાડીઓ ગોકળગાયની ગતિએ આગળ વધી હતી. જો કે વેસ્ટર્ન રેલ્વેએ બાન્દ્રા ચર્ચગેટ વચ્ચે સેવા બંધ કરી દીધી હતી કારણકે દાદર તથા આસપાસનાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

  21/31
 • ત્રણ લાઇન્સ પર સર્વિસિઝ સદંતર બંધ કરી દેવાઇ હતી કારણકે પાણી ભરાયા હોવાને કારણે લોકલ ટ્રેઇન્સ દોડાવવી શક્ય જ નહોતી.

  ત્રણ લાઇન્સ પર સર્વિસિઝ સદંતર બંધ કરી દેવાઇ હતી કારણકે પાણી ભરાયા હોવાને કારણે લોકલ ટ્રેઇન્સ દોડાવવી શક્ય જ નહોતી.

  22/31
 • આખા MMR  વિસ્તારમાં રોડ ટ્રાફિક ખોરવાયો હતો. બેસ્ટ બસિઝે દાદર, કિંગ સર્કલ, પરેલ, વડાલા, ચેમ્બુર, કુર્લા, સાયન અને બાન્દ્રા તરફના રૂટ્સ ડાઇવર્ટ કર્યા હતા.

  આખા MMR  વિસ્તારમાં રોડ ટ્રાફિક ખોરવાયો હતો. બેસ્ટ બસિઝે દાદર, કિંગ સર્કલ, પરેલ, વડાલા, ચેમ્બુર, કુર્લા, સાયન અને બાન્દ્રા તરફના રૂટ્સ ડાઇવર્ટ કર્યા હતા.

  23/31
 • દરિયામાં ભરતી સમયે આવા દ્રશ્યો સર્જાયા હતા.

  દરિયામાં ભરતી સમયે આવા દ્રશ્યો સર્જાયા હતા.

  24/31
 • લોકોએ રોજિંદી ડ્યુટીઝ કરવા માટે પોતાના આગવા રસ્તા કાઢી લીધા હતા.

  લોકોએ રોજિંદી ડ્યુટીઝ કરવા માટે પોતાના આગવા રસ્તા કાઢી લીધા હતા.

  25/31
 • મીઠી નદી અને તેની શાખાઓ જે દહીંસર, બોરીવલી, કાંદિવલી અને ગોરેગાંવ તરફ છે તે ઉભરાઇ હતી તથા મુંબઇ, થાણા, પાલઘર, રાઇગઢ વગેરે સ્થળે ખુબ પાણી ભરાયું હતું અને ઘણાં વાહનો ત્રણ ચાર ફૂટ સુધી વરસાદનાં પાણીમાં ડૂબેલા હતા. આ કારણે ટ્રાફિક પણ બહુ જમા થયો હતો.

  મીઠી નદી અને તેની શાખાઓ જે દહીંસર, બોરીવલી, કાંદિવલી અને ગોરેગાંવ તરફ છે તે ઉભરાઇ હતી તથા મુંબઇ, થાણા, પાલઘર, રાઇગઢ વગેરે સ્થળે ખુબ પાણી ભરાયું હતું અને ઘણાં વાહનો ત્રણ ચાર ફૂટ સુધી વરસાદનાં પાણીમાં ડૂબેલા હતા. આ કારણે ટ્રાફિક પણ બહુ જમા થયો હતો.

  26/31
 • દોસ્તો સાથે દરિયે જવાનું કેટલાકે મિસ નહોતું કર્યું.

  દોસ્તો સાથે દરિયે જવાનું કેટલાકે મિસ નહોતું કર્યું.

  27/31
 • આ ચુનાભટ્ટી રેલ્વે સ્ટેશન છે, આની પરથી ખ્યાલ આવી શકે કે બધે જ પાટા પર કેટલું પાણી ભરાયું હશે.

  આ ચુનાભટ્ટી રેલ્વે સ્ટેશન છે, આની પરથી ખ્યાલ આવી શકે કે બધે જ પાટા પર કેટલું પાણી ભરાયું હશે.

  28/31
 • મંગળવારે ઘણા વિસ્તારોમાં ટ્રાફિકજામનાં દ્રશ્યો સામાન્ય બન્યા હતા.

  મંગળવારે ઘણા વિસ્તારોમાં ટ્રાફિકજામનાં દ્રશ્યો સામાન્ય બન્યા હતા.

  29/31
 • કોર્પોરેશને ટ્વિટર હેન્ડલ પર લોકોને ઘરે રહેવા અરજ કરી હતી.

  કોર્પોરેશને ટ્વિટર હેન્ડલ પર લોકોને ઘરે રહેવા અરજ કરી હતી.

  30/31
 • મુબંઇ પોલીસે થોડા કલાકો બાદ અહીંના ટ્રાફિકને ડાઇવર્ટ કર્યો હતો જેથી વાહનો ભેખડ ધસી પડ્યાના બનાવને કારણે અટકી ન પડે.

  મુબંઇ પોલીસે થોડા કલાકો બાદ અહીંના ટ્રાફિકને ડાઇવર્ટ કર્યો હતો જેથી વાહનો ભેખડ ધસી પડ્યાના બનાવને કારણે અટકી ન પડે.

  31/31
 • loading...

ફોટોઝ વિશે

મુંબઇમાં વરસાદે જોર પકડ્યું છે અને મુંબઇ  સહિત આસાપાસનાં વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. 5 ઑગસ્ટ સુધી વરસાદનું જોર યથાવત્ રહેશે તેવી આગાહી છે. તસવીરોમાં જળબંબાકાર શહેર, દુર્ઘટનાઓ અને પાણી ભરાવાને કારણે લોકોએ વેઠવી પડેલી હાલાકીનો ક્યાસ કાઢી શકાશે. (તસવીરો – સતેજ શિંદે, અતુલ કાંબલે, પ્રદીપ ધિવર અને બિપીન કોકાટે)

First Published: 4th August, 2020 17:15 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK