૨૬/૭નું રી-રન, મુંબઈ ડૂબ્યું

Updated: Aug 06, 2020, 16:34 IST | Shilpa Bhanushali
 • મુંબઈમાં ગઈ કાલે પણ વરસાદ ચાલુ રહેતા બપોર બાદ સુસવાટાભેર પવન સાથે ૫ કલાકમાં ૧૨ ઈંચ જેટલો વરસાદ પડતાં તળ મુંબઈ સહિત પરાનાં અને એમએમઆરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. સાઉથ મુંબઈમાં અને ખાસ કરીને કાલબાદેવી, ભીંડીબજાર, પાયધુની જેવાં વિસ્તારોમાં પણ પાણી ભરાયાં હતાં. આ વિસ્તારોમાં આવાં પાણી ભાગ્યે જ ભરાયા છે. જોરદાર પવનને લીધે અનેક ઊંચી ઈમારતોની વિન્ડોની પેનલો તૂટી પડી હતી. લોકલ ટ્રેનો અચાનક બંધ થઈ જવાથી એમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા હતા. પાલઘરમાં સૌથી વધુ ૧૮ ઈંચ વરસાદ પડતાં આસપાસના વિસ્તારની નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. હવામાન વિભાગે આજે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

  મુંબઈમાં ગઈ કાલે પણ વરસાદ ચાલુ રહેતા બપોર બાદ સુસવાટાભેર પવન સાથે ૫ કલાકમાં ૧૨ ઈંચ જેટલો વરસાદ પડતાં તળ મુંબઈ સહિત પરાનાં અને એમએમઆરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. સાઉથ મુંબઈમાં અને ખાસ કરીને કાલબાદેવી, ભીંડીબજાર, પાયધુની જેવાં વિસ્તારોમાં પણ પાણી ભરાયાં હતાં. આ વિસ્તારોમાં આવાં પાણી ભાગ્યે જ ભરાયા છે. જોરદાર પવનને લીધે અનેક ઊંચી ઈમારતોની વિન્ડોની પેનલો તૂટી પડી હતી. લોકલ ટ્રેનો અચાનક બંધ થઈ જવાથી એમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા હતા. પાલઘરમાં સૌથી વધુ ૧૮ ઈંચ વરસાદ પડતાં આસપાસના વિસ્તારની નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. હવામાન વિભાગે આજે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

  1/19
 • બપોર પછી દક્ષિણ મુંબઈમાં ભારે વરસાદને પગલે ભાયખલા નજીક આવેલી જે જે હૉસ્પિટલમાં ગઈ કાલે સાંજે વરસાદનું પાણી ભરાઈ ગયું હતું. કોરાનાની સ્થિતિમાં અચાનક હૉસ્પિટલમાં વરસાદનું પાણી આવી જતાં ડૉક્ટરોની સાથે મેડિકલ સ્ટાફ અને પેશન્ટો મુશ્કેલીમાં મુકાયા હતા.

  બપોર પછી દક્ષિણ મુંબઈમાં ભારે વરસાદને પગલે ભાયખલા નજીક આવેલી જે જે હૉસ્પિટલમાં ગઈ કાલે સાંજે વરસાદનું પાણી ભરાઈ ગયું હતું. કોરાનાની સ્થિતિમાં અચાનક હૉસ્પિટલમાં વરસાદનું પાણી આવી જતાં ડૉક્ટરોની સાથે મેડિકલ સ્ટાફ અને પેશન્ટો મુશ્કેલીમાં મુકાયા હતા.

  2/19
 • સ્ટેશનો વચ્ચે અટવાયેલી ટ્રેનમાં લોકો ફસાયા, મસ્જિદ બંદર સ્ટેશન નજીક અટવાયેલી લોકલના પેસેન્જરોની મદદ કરવા માટે જતી આરપીએફની ટીમ.

  સ્ટેશનો વચ્ચે અટવાયેલી ટ્રેનમાં લોકો ફસાયા, મસ્જિદ બંદર સ્ટેશન નજીક અટવાયેલી લોકલના પેસેન્જરોની મદદ કરવા માટે જતી આરપીએફની ટીમ.

  3/19
 • બપોર બાદના ભારે વરસાદથી સેન્ટ્રલ રેલવેમાં પાટા પર વરસાદનું પાણી ફરી વળતાં મસ્જિદ અને ભાયખલા રેલવે સ્ટેશન વચ્ચે કર્જતથી સીએસટી તરફ આવતી બે લોકલ ટ્રેન અટવાઈ ગઈ હતી. પાટા પર ત્રણેક ફૂટ પાણી હોવાથી આ ટ્રેનોમાં સવાર ત્રણસો જેટલા પ્રવાસીઓને રેલવેના સ્ટાફે ઉગાર્યા હતા.

  બપોર બાદના ભારે વરસાદથી સેન્ટ્રલ રેલવેમાં પાટા પર વરસાદનું પાણી ફરી વળતાં મસ્જિદ અને ભાયખલા રેલવે સ્ટેશન વચ્ચે કર્જતથી સીએસટી તરફ આવતી બે લોકલ ટ્રેન અટવાઈ ગઈ હતી. પાટા પર ત્રણેક ફૂટ પાણી હોવાથી આ ટ્રેનોમાં સવાર ત્રણસો જેટલા પ્રવાસીઓને રેલવેના સ્ટાફે ઉગાર્યા હતા.

  4/19
 • મુંબઈમાં સુસવાટાભેર પવન સાથે પાંચ કલાકમાં ૧૨ ઈંચ વરસાદ પડ્યો. સોમવારથી શરૂ થયેલો વરસાદ બુધવારે પણ કાયમ : પરાની સાથે દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારમાં પાણી ભરાયા : ૨૧ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા દક્ષિણ મુંબઈની અનેક ઊંચી ઈમારતોની વિન્ડો પેનલ-ઍડવર્ટાઈઝિંગની પ્લેટ તૂટી પડી : પાલઘરના વસઈ-વિરાર અને મીરા-ભાઈંદરમાં પણ જોરદાર વરસાદ પડતાં અનેક વિસ્તાર જળબંબાકાર થયા

  મુંબઈમાં સુસવાટાભેર પવન સાથે પાંચ કલાકમાં ૧૨ ઈંચ વરસાદ પડ્યો. સોમવારથી શરૂ થયેલો વરસાદ બુધવારે પણ કાયમ : પરાની સાથે દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારમાં પાણી ભરાયા : ૨૧ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા દક્ષિણ મુંબઈની અનેક ઊંચી ઈમારતોની વિન્ડો પેનલ-ઍડવર્ટાઈઝિંગની પ્લેટ તૂટી પડી : પાલઘરના વસઈ-વિરાર અને મીરા-ભાઈંદરમાં પણ જોરદાર વરસાદ પડતાં અનેક વિસ્તાર જળબંબાકાર થયા

  5/19
 • કચ્છી મહાજને રાત્રિ રોકાણની વ્યવસ્થા કરી: મુંબઈમાં ભારે વરસાદને પગલે ટ્રેન અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હોવાથી મોટી સંખ્યામાં કામકાજ માટે બહાર નીકળેલા લોકો રઝળી પડ્યા હોવાનું ધ્યાનમાં આવતાં શ્રી કચ્છી વીસા ઓસવાળ દેરાવાસી જૈન મહાજન મુંબઈ દ્વારા કચ્છી ભાઈ-બહેનો રાત્રિ રોકાણ કરી શકે એ માટે ચીચબંદર મહાજન વાડીમાં વ્યવસ્થા કરી હતી.

  કચ્છી મહાજને રાત્રિ રોકાણની વ્યવસ્થા કરી: મુંબઈમાં ભારે વરસાદને પગલે ટ્રેન અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હોવાથી મોટી સંખ્યામાં કામકાજ માટે બહાર નીકળેલા લોકો રઝળી પડ્યા હોવાનું ધ્યાનમાં આવતાં શ્રી કચ્છી વીસા ઓસવાળ દેરાવાસી જૈન મહાજન મુંબઈ દ્વારા કચ્છી ભાઈ-બહેનો રાત્રિ રોકાણ કરી શકે એ માટે ચીચબંદર મહાજન વાડીમાં વ્યવસ્થા કરી હતી.

  6/19
 • ગઈ કાલે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો. જેને કારણે ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં. શહેરવાસીઓને વર્ષ ૨૦૦૫ની ૨૬ જુલાઇની યાદ તાજી થઈ ગઈ હતી. શહેરમાં વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણી

  ગઈ કાલે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો. જેને કારણે ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં. શહેરવાસીઓને વર્ષ ૨૦૦૫ની ૨૬ જુલાઇની યાદ તાજી થઈ ગઈ હતી. શહેરમાં વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણી

  7/19
 • દહાણુમાં ૧૮ ઈંચ વરસાદ: પાલઘર જિલ્લાના દહાણુ તથા આસપાસના વિસ્તારમાં મંગળવારની રાતથી ગઈ કાલે બપોર સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો. અહીં ૧૨ કલાકમાં ૧૮ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દહાણુ ઉપરાંત જિલ્લાના પાલઘર, તલાસરી, કાછાડ, ચિંચણી વગેરે વિસ્તારમાં પણ ૧૬થી ૧૮ ઈંચ પાણી પડ્યું હતું. ભારે વરસાદને લીધે કેટલાંક લોકો નદીમાં આવેલા પુરમાં ફસાઈ ગયા હતા. ૯ લોકોને ઉગારી લેવાયા હતા.

  દહાણુમાં ૧૮ ઈંચ વરસાદ: પાલઘર જિલ્લાના દહાણુ તથા આસપાસના વિસ્તારમાં મંગળવારની રાતથી ગઈ કાલે બપોર સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો. અહીં ૧૨ કલાકમાં ૧૮ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દહાણુ ઉપરાંત જિલ્લાના પાલઘર, તલાસરી, કાછાડ, ચિંચણી વગેરે વિસ્તારમાં પણ ૧૬થી ૧૮ ઈંચ પાણી પડ્યું હતું. ભારે વરસાદને લીધે કેટલાંક લોકો નદીમાં આવેલા પુરમાં ફસાઈ ગયા હતા. ૯ લોકોને ઉગારી લેવાયા હતા.

  8/19
 • મુંબઈ અને આસપાસના વિસ્તારમાં સોમવાર બપોર પછી શરૂ થયેલો વરસાદ ગઈ કાલે પણ ચાલું રહ્યો હતો. ગઈ કાલે સવારે વરસાદનું જોર ઘટ્યું હતું, પરંતુ બપોર બાદ સુસવાટાભેર પવન સાથે ફરીથી જોરદાર વરસાદ શરૂ થતાં માત્ર પાંચ કલાકમાં ૧૨ ઈંચ વરસાદ ખાબક્યો હતો. દાદર, માટુંગા અને સાયન જેવા વિસ્તારની જેમ પહેલી વખત દક્ષિણ મુંબઈના મુંબાદેવી, સીએસટી, બાબુલનાથ વગેરેમાં પણ વરસાદનું પાણી ફરી વળ્યું હતું.  આજે પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી.

  મુંબઈ અને આસપાસના વિસ્તારમાં સોમવાર બપોર પછી શરૂ થયેલો વરસાદ ગઈ કાલે પણ ચાલું રહ્યો હતો. ગઈ કાલે સવારે વરસાદનું જોર ઘટ્યું હતું, પરંતુ બપોર બાદ સુસવાટાભેર પવન સાથે ફરીથી જોરદાર વરસાદ શરૂ થતાં માત્ર પાંચ કલાકમાં ૧૨ ઈંચ વરસાદ ખાબક્યો હતો. દાદર, માટુંગા અને સાયન જેવા વિસ્તારની જેમ પહેલી વખત દક્ષિણ મુંબઈના મુંબાદેવી, સીએસટી, બાબુલનાથ વગેરેમાં પણ વરસાદનું પાણી ફરી વળ્યું હતું.  આજે પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી.

  9/19
 • બપોર બાદ મુંબઈના દહીસર, બોરીવલી, મલાડ, કાંદિવલી, ગોરેગામથી અંધેરી સુધીના વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો હતો. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મૂશળધાર વરસાદને લીધે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. વરસાદની તીવ્રતા એટલી બધી હતી કે ધોળેદિવસે ૧૦ ફૂટ જેટલું અંતર દેખાતું ન હોવાથી વાહનચાલકોએ હેડ લાઈટ ચાલું કરવી પડી હતી.

  બપોર બાદ મુંબઈના દહીસર, બોરીવલી, મલાડ, કાંદિવલી, ગોરેગામથી અંધેરી સુધીના વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો હતો. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મૂશળધાર વરસાદને લીધે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. વરસાદની તીવ્રતા એટલી બધી હતી કે ધોળેદિવસે ૧૦ ફૂટ જેટલું અંતર દેખાતું ન હોવાથી વાહનચાલકોએ હેડ લાઈટ ચાલું કરવી પડી હતી.

  10/19
 • સામાન્ય રીતે પરા વિસ્તારમાં વધારે વરસાદ થતો હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે, પરંતુ બાબુલનાથ, ક્વિન્સ રોડ જેવા ઉંચાઈવાળા વિસ્તારમાં આ વરસાદમાં પાણી ભરાયા હતા. 

  સામાન્ય રીતે પરા વિસ્તારમાં વધારે વરસાદ થતો હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે, પરંતુ બાબુલનાથ, ક્વિન્સ રોડ જેવા ઉંચાઈવાળા વિસ્તારમાં આ વરસાદમાં પાણી ભરાયા હતા. 

  11/19
 •  દક્ષિણ મુંબઈમાં અનેક જગ્યાએ મેટ્રોનું કામ ચાલી રહ્યું હોવાથી આ સમસ્યા ઉભી થઈ હોવાની શક્યતા છે.

   દક્ષિણ મુંબઈમાં અનેક જગ્યાએ મેટ્રોનું કામ ચાલી રહ્યું હોવાથી આ સમસ્યા ઉભી થઈ હોવાની શક્યતા છે.

  12/19
 • ભારે વરસાદની સાથે કલાકે ૨૧ કરતા વધારે કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા દક્ષિણ મુંબઈમાં આવેલી જસલોક હૉસ્પિટલ બિલ્ડિંગની મેટલ વિન્ડો પેનલ નીચે પટકાઈ હોવાનું જાણવા મળ્યું હતું. 

  ભારે વરસાદની સાથે કલાકે ૨૧ કરતા વધારે કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા દક્ષિણ મુંબઈમાં આવેલી જસલોક હૉસ્પિટલ બિલ્ડિંગની મેટલ વિન્ડો પેનલ નીચે પટકાઈ હોવાનું જાણવા મળ્યું હતું. 

  13/19
 • ક્રૉફર્ડ માર્કેટમાં ઊંચી ઈમારતની ઉપરની ઍડ્વર્ટાઈઝિંગ પેનલો તૂટી પડી હતી. પાંચ કલાકમાં ૧૨ ઈંચ જેટલો વરસાદ અચાનક તૂટી પડવાથી ગીરગામ ચોપાટી જળબંબાકાર થઈ ગઈ હતી.

  ક્રૉફર્ડ માર્કેટમાં ઊંચી ઈમારતની ઉપરની ઍડ્વર્ટાઈઝિંગ પેનલો તૂટી પડી હતી. પાંચ કલાકમાં ૧૨ ઈંચ જેટલો વરસાદ અચાનક તૂટી પડવાથી ગીરગામ ચોપાટી જળબંબાકાર થઈ ગઈ હતી.

  14/19
 • બપોર બાદના ભારે વરસાદથી અનેક જગ્યાએ પાટાની ઉપર પાણી ફરી વળવાની સાથે વૃક્ષ તૂટી પડતાં વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેનો બંધ કરવામાં આવી હતી.

  બપોર બાદના ભારે વરસાદથી અનેક જગ્યાએ પાટાની ઉપર પાણી ફરી વળવાની સાથે વૃક્ષ તૂટી પડતાં વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેનો બંધ કરવામાં આવી હતી.

  15/19
 • એસેન્સિયલ સર્વિસ માટે ઘરમાંથી બહાર નીકળેલા હજારો લોકો વિવિધ રેલવે સ્ટેશનોએ રઝળી પડ્યા હતા. આ કર્મચારીઓ માટે મુંબઈ મહાનગરપાલિકાએ રેલવે સ્ટેશન નજીકની પાલિકાની સ્કૂલોમાં રહેવાની વ્યવસ્થા કરી હતી.

  એસેન્સિયલ સર્વિસ માટે ઘરમાંથી બહાર નીકળેલા હજારો લોકો વિવિધ રેલવે સ્ટેશનોએ રઝળી પડ્યા હતા. આ કર્મચારીઓ માટે મુંબઈ મહાનગરપાલિકાએ રેલવે સ્ટેશન નજીકની પાલિકાની સ્કૂલોમાં રહેવાની વ્યવસ્થા કરી હતી.

  16/19
 • મુંબઈની સાથે મીરા-ભાઈંદર અને વસઈ-વિરાર વિસ્તારમાં પણ જોરદાર વરસાદ પડવાથી અહીંના અનેક વિસ્તારમાં વરસાદનું પાણી ફરી વળતાં સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. 

  મુંબઈની સાથે મીરા-ભાઈંદર અને વસઈ-વિરાર વિસ્તારમાં પણ જોરદાર વરસાદ પડવાથી અહીંના અનેક વિસ્તારમાં વરસાદનું પાણી ફરી વળતાં સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. 

  17/19
 •  વસઈ, નાયગાંવ, નાલાસોપારા અને વિરારના અનેક વિસ્તારમાં ભારે વરસાદની અસર થઈ હતી. મીરા-ભાઈંદરમાં પણ દર ચોમાસાની જેમ અનેક વિસ્તારમાં આ વખતે પણ શાંતિનગર, વિજય પાર્ક, ૬૦ ફૂટ રોડ સહિતના વિસ્તારમાં વરસાદનું પાણી ભરાઈ ગયું હતું.

   વસઈ, નાયગાંવ, નાલાસોપારા અને વિરારના અનેક વિસ્તારમાં ભારે વરસાદની અસર થઈ હતી. મીરા-ભાઈંદરમાં પણ દર ચોમાસાની જેમ અનેક વિસ્તારમાં આ વખતે પણ શાંતિનગર, વિજય પાર્ક, ૬૦ ફૂટ રોડ સહિતના વિસ્તારમાં વરસાદનું પાણી ભરાઈ ગયું હતું.

  18/19
 • મીરા રોડમાં આવેલા કાશીમીરાની પાછળના ભાગમાં આવેલા નૅશનલ પાર્કના પહાડ પરથી વરસાદનું પાણી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ફરી વળ્યું હતું. આથી મુંબઈથી વસઈ તરફનો રસ્તો સલામતિના કારણસર થોડા સમય માટે બંધ કરવો પડ્યો હતો, જેને લીધે ભારે ટ્રાફિકજૅમ થયો હતો અને અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

  મીરા રોડમાં આવેલા કાશીમીરાની પાછળના ભાગમાં આવેલા નૅશનલ પાર્કના પહાડ પરથી વરસાદનું પાણી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ફરી વળ્યું હતું. આથી મુંબઈથી વસઈ તરફનો રસ્તો સલામતિના કારણસર થોડા સમય માટે બંધ કરવો પડ્યો હતો, જેને લીધે ભારે ટ્રાફિકજૅમ થયો હતો અને અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

  19/19
 • loading...

ફોટોઝ વિશે

મહાનગર અને એની આસપાસના વિસ્તારોમાં આભ ફાટ્યું, માની ન શકાય એવો વરસાદ અને ભયંકર પૂરની સ્થિતિ : બહાર નીકળેલાં હજારો લોકો ફસાયા

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK