‘રીયુનાઇટ વિથ ફ્રેન્ડ્સ’ કોરોનાની ફાઇનલ સીઝન પછી, ત્યાં સુધી ‘ઑનલાઇન મીટ ઇઝ ધેર ફૉર યુ’

02 August, 2021 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફ્રેન્ડશિપ ડે નિમિત્તે મુંબઈ પોલીસે યુવાનોને કરેલા આ ટ્વીટને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો

પ્રતીકાત્મક તસવીર

હાલની બિઝી અને ફાસ્ટ લાઇફમાં સતત પોતાના કામમાં રચ્યાપચ્યા રહેતા લોકો માટે ફ્રેન્ડશિપ ડેના નિમિત્તે મિત્રોને હળવું-મળવું, પાર્ટી કરવી અને આનંદ કરવો એવો સરસમજાનો ટ્રેન્ડ હાલમાં ફૉલો થઈ રહ્યો છે અને મુંબઈના યુવાનો પણ એમાંથી બાકાત નથી. જોકે મુંબઈ પોલીસે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હાલના ટેક્નૉસેવી અને ગ્લોબલ વિલેજના યુવાનોને ધ્યાનમાં રાખીને તેઓ પાર્ટી ન કરે અને મળે નહીં એ માટે તેમની જ સ્ટાઇલમાં મસ્ત અને ચબરાકિયું ટ્વીટ કરીને તેમને સૂચન કર્યું છે.

ઇન્ટરનૅશનલ ઓટીટી પ્લૅટફૉર્મ પરની બહુ જ લોકપ્રિય વેબસિરીઝ F.R.I.N.D.S.ની ઘણીબધી સીઝન આવી છે અને યુવાનો એ જોતા હોય છે. એથી આ વેબસિરીઝ અને એની ટૅગલાઇન ‘બી ધેર ફૉર યુ’ને જોડી દઈને મુંબઈ પોલીસે ટ્વીટ કર્યું છે કે ‘રીયુનાઇટ વિથ ફ્રેન્ડ્સ - પણ એ ફક્ત કોવિડ-19ની ફાઇનલ સીઝન પછી જ કરશો પ્લીઝ. ત્યાં સુધી ઑનલાઇન મીટ ઇઝ ધેર ફૉર યુ.’

મુંબઈ પોલીસે કરેલા આ ટ્વીટને સારો પ્રતિસાદ મળ્યો હતો અને નેટિઝનોમાં એની સારીએવી ચર્ચા પણ થઈ હતી.

mumbai mumbai news mumbai police twitter