મુંબઈ પોલીસની જબરદસ્ત કાર્યવાહી: નાલાસોપારામાંથી જપ્ત કર્યું ૭૦૦ કિલો ડ્રગ્સ, જાણો વિગત

04 August, 2022 05:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ કન્સાઇનમેન્ટ એક ફાર્માસ્યુટિકલ કંપની પર દરોડા દરમિયાન પકડવામાં આવ્યું

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસે પડોશી પાલઘર જિલ્લામાં નાર્કોટિક ડ્રગ મેફેડ્રોનનું મોટું કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું છે. તેની કિંમત 1400 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. સાથોસાથ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

મુંબઈ પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે “જપ્ત કરાયેલ ડ્રગનું વજન 700 કિલોથી વધુ છે. મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. નાલાસોપારા વિસ્તારમાંથી 703 કિલો એમડી ડ્રગ મળી આવ્યું હતું.” સેલના ડીસીપી દત્તા નલવડેએ જણાવ્યું હતું કે “આ કેસમાં પાંચ ડ્રગ પેડલર્સની ધરપકડ કરવામાં આવી છે.”

વાસ્તવમાં, આ કન્સાઇનમેન્ટ એક ફાર્માસ્યુટિકલ કંપની પર દરોડા દરમિયાન પકડવામાં આવ્યું હતું. નલવડેએ જણાવ્યું કે “મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી નાર્કોટિક્સ સેલ (ANC)એ આ દરોડા પાડ્યા હતા. બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે આ ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં પ્રતિબંધિત દવા મેફેડ્રોન બનાવવામાં આવી રહી છે.

ડીસીપીએ જણાવ્યું કે “મુંબઈમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે નાલાસોપારામાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરના સમયમાં મુંબઈમાં પોલીસે પકડેલા માદક દ્રવ્યોમાંથી આ એક મુખ્ય માલ છે.”

મેફેડ્રોને `મ્યાઉ મ્યાઉ` અથવા એમડી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક કૃત્રિમ પાવડર ધરાવે છે જે ઉત્તેજક છે. નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ તેને પ્રતિબંધિત માદક પદાર્થ ગણવામાં આવે છે.

mumbai mumbai news mumbai police Crime News mumbai crime news nalasopara