Mumbai: માર્ચમાં ગુજરી ગયેલી માની લાશ સાથે બાન્દ્રાની આ મહિલા રહેતી હતી

23 November, 2020 07:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai: માર્ચમાં ગુજરી ગયેલી માની લાશ સાથે બાન્દ્રાની આ મહિલા રહેતી હતી

પ્રતીકાત્મક તસવીર

53 વર્ષની એક મહિલા જે બાંન્દ્રા વેસ્ટમાં રહે છે તે તેના ઘરમાં તેની માતાની લાશ સાથે રહેતી હતી તેવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તેને શનિવારે તેના ઘરમાંથી અટકમાં લેવામાં આવી. પોલીસે જણાવ્યું કે 83 વર્ષની વૃદ્ધાનું માર્ચમાં મૃત્યુ થયું હતું અને જે મહિલાને અટકમાં લેવામાં આવી તે તેની માતાના શબ સાથે ત્યારથી લૉકડાઉન દરમિયાન રહેતી હતી.

આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પાડોશીએ પોલીસને ફોન કરીને આ મહિલા બારીમાંથી બહાર કચરો ફેંકતી હોવાની જાણ કરી. પોલીસે તેના ઘરે પહોંચી અને તેમને જાણવા મળ્યું કે મહિલાએ તેની માતાનું શબ એક ઓરડામાં રાખી મુક્યું હતું. મુંબઇ મિરરમાં આવેલા એક રિપોર્ટ અનુસાર આ મહિલાને શુક્રવારે સત્તાધિશોએ અટકમાં લીધી અને તેના પાડોશીએ જણાવ્યું કે તે એકલપંડી હતી અને શહેરમાં તેના કોઇ સગાં કે મિત્રો નહોતાં. 

આ પણ વાંચોઃ 'લૂટેરી દુલ્હન' પછી હવે દગાખોર દુલ્હો: 17 છોકરીઓને ફસાવી કર્યું આ...

પાડોશીએ જણાવ્યું કે આખા લૉકડાઉન દરમિયાન તેણે બારીમાંથી જ પોતાનો કચરો બહાર ફેંક્યો છે. આ ઘટના સાથે એ પણ જાણવા મળ્યું કે આ એવી પહેલી ઘટના નથી. આ પહેલાં જ્યારે તેના પાળેલા શ્વાનનું મૃતત્યું થયું ત્યારે તેણે તેનું શબ પણ પોતાના ઘરમાં કેટલાય દિવસો સુધી રાખ્યું હતું. ત્યારે તેની માતા જીવીત હતી પણ પથારીવશ હતી અને તેણે જ પાડોશીઓને બોલાવીને મદદ માંગી હતી અને ત્યારે બાદ તેના શ્વાનના શબને બહાર કઢાયું હતું.

આ પણ વાંચોઃ માનું અફેર છે એ ખબર પડતાં 21 વર્ષનાં દીકરાએ માનો બળાત્કાર કરી હત્યા કરી

ગજાનન કડબુળે જે ખાર વેસ્ટના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમણે કહ્યું કે અટકમાં લેવાયેલ મહિલાએ તેમના કોઇપણ સવાલના સરખા જવાબ નહોતા આપ્યા અને તેને સારવાર માટે મોકલવામાં આવી હતી કારણકે તેના જેવા દર્દીઓને લૉક-અપમાં નથી રખાતા. મૃતકના શરીરને પોસ્ટ મોર્ટમ માટે કૂપર હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યું હતું.

Crime News mumbai news bandra mumbai police