દેશ આખામાં લૂટેરી દુલ્હનના કિસ્સા અને કારનામા અનેક વાર સામે આવી ચૂક્યા છે, પણ હવે પોલીસની પકડમાં એક દગાખોર દુલ્હો આવ્યો છે. હકીકતે તેલંગણા પોલીસે એક એવી વ્યક્તિની ધરપકડ કરી છે, જે પોતાને સેનાનો મેજર કહે છે અને છોકરીઓને લગ્નની લાલચમાં ફસાવે છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી અત્યાર સુધી લગભગ 17 છોકરીઓને ફસાવી ચૂક્યો છે અને તેમની પાસેથી છ કરોડ રૂપિયાથી વધારેની ઠગી કરી લીધી છે.