આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે મુંબઈ પોલીસ વિરુદ્ધ કાર્યવાહીની કરી માગ, જાણો શું છે સમગ્ર મામલો

10 April, 2024 07:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તેની અરજીમાં સાત પોલીસ અધિકારીઓ (Mumbai News) સામે તેમની ફરિયાદના આધારે કેસ ન નોંધવા બદલ કાર્યવાહીની માગ કરવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર

એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે સોમવારે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)માં અરજી કરી મુંબઈ (Mumbai News)ના કમિશનર વિવેક ફણસલકર સહિત સાત પોલીસ અધિકારીઓ સામે ક્રિકેટર વિરુદ્ધ તેની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં ન આવતા ફરિયાદ કરી છે. સેલ્ફી લેવા બાબતે થયેલી દલીલ બાદ ઇન્ફ્લુએન્સરે ક્રિકેટર પર ઉપનગર અંધેરીના એક પબમાં તેની છેડતી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટનાના સંબંધમાં તેની 23 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે જામીન પર બહાર છે.

તેની અરજીમાં સાત પોલીસ અધિકારીઓ (Mumbai News) સામે તેમની ફરિયાદના આધારે કેસ ન નોંધવા બદલ કાર્યવાહીની માગ કરવામાં આવી છે. તેણીની મુક્તિ પછી, તેણીએ અંધેરીના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ક્રિકેટર અને તેના મિત્રો સામે છેડતી અને અત્યાચારનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે પોલીસે (Mumbai News) ક્રિકેટર વિરુદ્ધ કેસ નોંધ્યો ન હતો, ત્યારે તેણે મેજિસ્ટ્રેટ કોર્ટનો સંપર્ક કર્યો હતો, જેણે આ વર્ષે 3 એપ્રિલે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનને તેની ફરિયાદની તપાસ કરવા અને 19 જૂન સુધીમાં રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, મેજિસ્ટ્રેટ કોર્ટે પોલીસ વિરુદ્ધ કાર્યવાહીની તેની માગણી ફગાવી દીધી હતી, જે બાદ તેણે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

એડ્વોકેટ અલી કાશિલ ખાન દેશમુખ દ્વારા દાખલ કરવામાં આવેલી તેમની અરજીમાં તેમણે દલીલ કરી હતી કે પોલીસ અધિકારીઓ, જાહેર સેવક તરીકે ભારતીય દંડ સંહિતાની કલમ 354 (છેડતી) હેઠળ નોંધનીય ગુનો કરવા માટે આપવામાં આવેલી માહિતીને રેકૉર્ડ કરવાની ફરજ ધરાવે છે અને જરૂરી નોંધનીય કાર્યવાહી કરે તે જરૂરી હતું. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેમના ‘યોગ્ય માધ્યમો દ્વારા મહેનતુ અને સતત પ્રયાસો’ છતાં, ઉચ્ચ સ્તરે તેમની ફરિયાદો અનુત્તર રહી છે. તેણીની અરજીમાં એમ પણ જણાવાયું છે કે તેણીએ કમિશનર ફણસલકરનો તેમના હસ્તક્ષેપની આશામાં સંપર્ક કર્યો હતો જેથી પૃથ્વી શૉ અને અન્ય લોકો સામે એફઆઈઆર દાખલ કરી શકાય.

પૃથ્વી શૉની મુશ્કેલીમાં થયો વધારો, સપના ગિલ કેસમાં કોર્ટે આપ્યાે તપાસનાે આદેશ

IPL 2024 વચ્ચે દિલ્હી કૅપિટલ્સના યુવા ઓપનર પૃથ્વી શૉની મુશ્કેલીઓ વધી રહી છે. ગયા વર્ષનો મૉડલ સપના ગિલ છેડતી વિવાદ IPL વચ્ચે ફરી ઊભો થયો છે. કોર્ટે પોલીસને સપના ગિલની ફરિયાદની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સપના ગિલે પૃથ્વી શૉ પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ એસ. સી. તાયડેએ પોલીસને ૧૯ જૂન સુધીમાં તપાસનો રિપોર્ટ સોંપવા જણાવ્યું છે. કોર્ટે પૃથ્વી શૉ અને અન્યો સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ ન નોંધવા બદલ પોલીસ સામે કાર્યવાહી કરવાની સપના ગિલની અરજીને ફગાવી દીધી હતી. સપના ગિલે આરોપ લગાવ્યો હતો કે પૃથ્વી શૉએ અંધેરીના એક પબમાં તેની છેડતી કરી હતી. ભારતીય ટીમમાંથી બહાર રહેલા યુવા બૅટ્સમૅન પૃથ્વી શૉએ આ આરોપને નકારી કાઢ્યા હતા. પૃથ્વી શૉએ IPLની લેટેસ્ટ સીઝનની બે મૅચમાં ૫૩ રન કર્યા છે. IPL ક્રિકેટ ઍક્શન વચ્ચે છેડતીના કેસથી તેના પ્રદર્શન પર અસર થઈ શકે છે.

mumbai police social media prithvi shaw bombay high court mumbai mumbai news