મુંબઈમાં ભારે વરસાદને કારણે ટ્રાફિક જામ, અનેક ઠેકાણે પાણી ભરાયાં; આજે શહેરમાં રેડ એલર્ટ

27 May, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Monsoon: આજે શહેરમાં વાવાઝોડા, વીજળી, તોફાન સાથે ખૂબ જ ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી; શહેરમાં અનેક ઠેકાણે રેડ અને ઓરેન્જ એલર્ટ

ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પર પાણી ભરાવાના કારણે કિંગ્સ સર્કલ ફ્લાયઓવર અને દાદર ટીટી ફ્લાયઓવર વચ્ચે ભારે ટ્રાફિક (તસવીર સૌજન્ય: સચિન કાલબાગ)

વિકએન્ડ પર મુંબઈ (Mumbai)માં વરસાદનું જોર રહ્યાં પછી સોમવારે પણ મેઘરાજાની બેટિંગ ચાલુ જ રહી હતી. કેરળ (Kerala)માં ચોામસાની વહેલી શરૂઆત કર્યા પછી દક્ષિણપશ્ચિમ ચોમાસુ આગળ વધી રહ્યું હોવાથી મુંબઈમાં ભારે વરસાદ (Mumbai Monsoon) પડી રહ્યો છે. રવિવારે મોડી રાત્રે શહેરમાં ભારે વરસાદ પડ્યા બાદ ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department - IMD)એ સોમવારે સવારે મુંબઈના કેટલાક ભાગો તેમજ તેના ઉપનગરીય વિસ્તારો માટે ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)એ સોમવારે સવારે મુંબઈ માટે હવામાન ચેતવણી જારી કરી હતી. જેમાં વીજળી સાથે વાવાઝોડા, ભારે વરસાદ અને ૫૦-૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી હતી. આગામી ત્રણથી ચાર કલાક દરમિયાન શહેરના અલગ અલગ સ્થળોએ આ સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે.

રવિવાર રાતથી મુંબઈમાં શરુ થયેલા વરસાદને કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. તેમજ મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન (Mumbai Local Train)ની સેવાઓ પર પણ અસર પડી હતી.

મુંબઈના હવામાન વિભાગના તાજેતરના અપડેટ્સ અનુસાર, સવારે ૬ થી ૭ વાગ્યા દરમિયાન, મુંબઈના ઘણા વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. નરીમાન પોઈન્ટ ફાયર સ્ટેશનમાં ૪૦ મીમી, ગ્રાન્ટ રોડ આઈ હોસ્પિટલમાં ૩૬ મીમી અને મેમનવાડા ફાયર સ્ટેશનમાં ૩૫ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે કોલાબા ફાયર સ્ટેશનમાં ૩૧ મીમી, સી વોર્ડ ઓફિસમાં ૩૫ મીમી અને ભાયખલા ફાયર સ્ટેશનમાં ૨૧ મીમી) વરસાદ નોંધાયો હતો.

ધોધમાર વરસાદને કારણે, શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનોની અવરજવર અને દૈનિક જીવન પ્રભાવિત થયું હતું.

રવિવારે મોડી રાત્રે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે IMD એ શહેર અને તેના ઉપનગરોના ઘણા ભાગો માટે ઓરેન્જ અને રેડ એલર્ટ આપ્યું હતું. એલર્ટમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી જે નીચાણવાળા વિસ્તારો અને માળખાગત સુવિધાઓને અસર કરી શકે છે.

અગાઉ, ૨૩ મેના રોજ, મુંબઈમાં હળવા વરસાદ પડ્યો હતો, જેમાં એ સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને ભારે વરસાદની આગાહી કરી હતી. વિભાગે નોંધ્યું હતું કે, આજે શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને ભારે વરસાદ થવાની સંભાવના છે.

રવિવારે બપોરે, IMD એ મહારાષ્ટ્ર (Maharashtra)ના રાયગઢ (Raigad), રત્નાગિરિ (Ratnagiri) અને સિંધુદુર્ગ (Sindhudurg) જિલ્લાઓ માટે ઓરેન્જ ચેતવણી પણ જારી કરી હતી, જે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના દર્શાવે છે. મુંબઈ (Mumbai), થાણે (Thane), પાલઘર (Palghar) અને નજીકના જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

IMD અનુસાર, દક્ષિણપશ્ચિમ ચોમાસું સત્તાવાર રીતે મહારાષ્ટ્રમાં આવી ગયું છે અને આગામી ત્રણ દિવસમાં મુંબઈ અને અન્ય કેટલાક પ્રદેશોમાં આગળ વધવાની ધારણા છે.

monsoon news mumbai monsoon mumbai rains Weather Update indian meteorological department thane palghar mumbai mumbai news raigad maharashtra maharashtra news mumbai local train mumbai traffic