મુંબઈ : સિરિયલ બ્લાસ્ટનો ભાગેડુ આરોપી કાનપુરથી ઝડપાયો

18 January, 2020 10:42 AM IST  |  Mumbai

મુંબઈ : સિરિયલ બ્લાસ્ટનો ભાગેડુ આરોપી કાનપુરથી ઝડપાયો

ડૉ. જલીસ અન્સારી

૧૯૯૩માં અજમેરમાં થયેલા શ્રેણીબંધ બૉમ્બ વિસ્ફોટનો આરોપી ડૉ. જલીસ અન્સારી ઊર્ફે ડૉ. બૉમ્બ કાનપુરની એક મસ્જિદમાંથી શુક્રવારે નમાજ પઢીને બહાર આવી રહ્યો હતો ત્યારે ઉત્તર પ્રદેશ એટીએસે તેને ઝડપી લીધો હતો. યુપી પોલીસના જણાવ્યા પ્રમાણે અન્સારી ઉત્તર પ્રદેશ બોર્ડર મારફત નેપાળ નાસી છૂટવાની ફિરાકમાં હતો અને પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે તેણે મસ્જિદ નજીક રમી રહેલા એક બાળકનો હાથ પકડ્યો હતો.

આ પણ વાંચો : મુંબઈ: મહિલાવિરોધી ગુનાઓમાં ધરખમ 56 ટકાનો વધારો નોંધાયો

યુપી પોલીસના જણાવ્યા મુજબ ગુરુવારે તેમને મુંબઈ પોલીસ દ્વારા અન્સારીની માહિતી પ્રાપ્ત થઈ હતી, જે તેના પેરોલના છેલ્લા દિવસે ગુમ થઈ ગયો હતો. તે ઉત્તર પ્રદેશ તરફ પ્રવાસ કરી રહ્યો છે તે અંગે માહિતી મળ્યા બાદ અમે સમગ્ર ફોર્સને સાબદી કરી હતી અને તેનો ફોટોગ્રાફ તમામ ઉત્તર પ્રદેશનાં પોલીસ સ્ટેશનોમાં પહોંચાડવામાં આવ્યો હતો.

uttar pradesh nepal mumbai crime branch mumbai crime news Crime News mumbai news