આજથી પર્યટન સ્થળો બંધ થતાં પહેલાં બે હાથ જોડીને વિનંતી

10 January, 2022 09:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે લોકોને માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે હાથ જોડીને વિનંતી કરી હતી

તસવીર : બિપીન કોકાટે

આજથી બધાં ફરવાનાં સ્થળો બંધ થઈ રહ્યાં છે ત્યારે ગઈ કાલે રવિવાર હોવાથી ઘણા લોકો ગેટવે ઑફ ઇન્ડિયા પોતાના પરિવાર સાથે પહોંચી ગયા હતા. જોકે ત્યાં તેમને એક સરપ્રાઇઝ વિઝિટર મળી ગયાં હતાં અને એ હતાં મુંબઈનાં મેયર કિશોરી પેડણેકર. તેમણે લોકોને માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે હાથ જોડીને વિનંતી કરી હતી. ત્યાર બાદ સાંજે પાંચ વાગ્યે મોટી સંખ્યામાં ભેગા થયેલા સહેલાણીઓને ત્યાંથી કાઢવા માટે પોલીસે રીતસરની મહેનત કરવી પડી હતી.  

coronavirus covid19 mumbai mumbai news gateway of india