Mumbai:`જય શ્રી રામ` ના નારા માટે યુવકને કર્યો મજબુર, ન બોલ્યો તો માર્યો ઢોરમાર 

29 September, 2023 08:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં યુવક ઘરે જતો હતો તે સમયે યુવકને પીટવામાં આવ્યો હતો. તેને `જય શ્રી રામ`ના નારા માટે મજબુર કરવામાં આવ્યો હતો.   

પ્રતીકાત્મક તસવીર

ધર્મના નામ પર હિંસાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે મુંબઈમાં ફરી એક એવી જ ઘટના પ્રકાશમાં આવી છે. કેટલાક અજાણ્યા લોકો દ્વારા કામ પરથી ઘરે જઈ રહેલા એક મરાઠી યુવક સાથે મારપીટ કરવામાં આવી હતી. યુવક ઘરે જતો હતો તે સમયે યુવકને પીટવામાં આવ્યો હતો. તેને `જય શ્રી રામ`ના નારા માટે મજબુર કરવામાં આવ્યો હતો.   

આ ઘટના મુંબઈના કાંદિવલીની છે. કાંદિવલી વેસ્ટના ગોકુળ નગરમાં કામ કરી ઘરે પરત ફરી રહેલો મરાઠી યુવક સિદ્ધાર્થ અંગુરેને એક જુથે રોક્યો હતો. ત્યાર બાદ તેને `જય શ્રી રામ` નો નારો બાલવા માટે મજબુર કરવામાં આવ્યો હતો. જ્યારે યુવકે તેના મુખમાંથી શ્રી રામ શબ્દ ના ઉચ્ચાર્યો તો યુવક સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં તેની સાથે મારપીટ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો. 

આ મામલે પીડિત વંચિત બહુજન અઘાડી પાસે પહોંચ્યો હતો.  વંચિત બહુજન અઘાડી દ્વારા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે કલમ 341, 504, 323, 506 અને 34 હેઠળ  કેસ નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વંચિત બહુજન અઘાડીના યુવા નેતા સુજાત આંબેડકરે પોલીસ સાથે વાત કરી છે અને આ મામલે ઉચિત કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલમાં કાંદિવલીમાં પીડિત સિદ્ધાર્થ અંગૂરેની સારવાર બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલમાં ચાલી રહી છે. 

mumbai news maharashtra news mumbai police gujarati mid-day