07 August, 2026 01:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ થયેલા વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશોટ
મુંબઈ (Mumbai) લોકલ ટ્રેન (Local Train)ની અંદર થયેલા કથિત હુમલાની એક આઘાતજનક ઘટના સોશિયલ મીડિયા (Social Media) પર સામે આવી છે. વાયરલ થયેલા વિડીયો (Viral Video)માં ટ્રેનના ડબ્બામાં એક પુરુષ મહિલા પર શારીરિક હુમલો કરતો જોઈ શકાય છે, જ્યારે અન્ય મુસાફરો માત્ર મુકપ્રેક્ષક બનીને જોઈ રહ્યા હતા. આ ઘટના વડાલા (Wadala) નજીક બની હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે ચોક્કસ સમય અને સ્થળ અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
વાયરલ વિડીયો (Mumbai Local Train Horror) અનુસાર, મહિલા સીટ પર બેઠી હતી ત્યારે આ પુરુષ મુસાફરે કથિત રીતે તેના પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. ફૂટેજમાં ચાલતી ટ્રેનમાં બંને વચ્ચે ભારે બોલાચાલી થતી જોઈ શકાય છે, જે બાદ પુરુષ મહિલા પર હુમલો કરતો નજરે પડે છે.
અહીં જુઓ વાયરલ વીડિયોઃ
વિડીયોમાં (Mumbai Local Train woman assault) વધુમાં જોવા મળે છે કે, આરોપી પોતાનો બેલ્ટ કાઢીને ઝઘડા દરમિયાન મહિલાને ધમકી આપે છે. વિડીયોના અંતમાં તે દૂર જઈને બીજી સીટ પર બેસી જાય છે. આ સમગ્ર ઘટના દરમિયાન અન્ય કોઈ મુસાફરે વચ્ચે પડીને મદદ કરવાનો પ્રયાસ કર્યો નહોતો.
લોકલ ટ્રેનમાં બનેલી આ ઘટનાથી ઇન્ટરનેટ પર ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે કથિત હુમલા દરમિયાન સાથી મુસાફરોએ મહિલાની મદદે કેમ ન આવ્યા. સત્તાવાળાઓએ હજુ સુધી આ બોલાચાલી પાછળના કારણોની પુષ્ટિ કરી નથી અને કોઈ ફરિયાદ નોંધાઈ છે કે કેમ તે પણ સ્પષ્ટ થયું નથી. રેલવે પોલીસ કે રેલવે સત્તાવાળાઓએ હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી અને આરોપી સામેની કાર્યવાહી અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
મહિલા કોચમાં મુસાફરોએ સાપ જોયો હોવાની માહિતી આપ્યા બાદ શુક્રવારે સવારે થાણે (Thane) સ્ટેશન પર મુંબઈ લોકલ ટ્રેન ૧૨ મિનિટ માટે મોડી પડી હતી. ટ્રેન પ્લેટફોર્મ નંબર ૪ પરથી ઉપડી તેના થોડા સમય બાદ જ એલાર્મ ચેઇન ખેંચવામાં આવી હતી, જેના પગલે રેલવે સ્ટાફે ટ્રેન રોકીને અસરગ્રસ્ત ડબ્બાની તપાસ કરી હતી.
તપાસ બાદ અધિકારીઓએ સ્થિતિ સલામત હોવાનું જાહેર કર્યું હતું અને ટ્રેને આગળની મુસાફરી શરૂ કરી હતી. આ લોકલ ટ્રેન સવારે ૯:૧૪ થી ૯:૨૬ સુધી રોકાયેલી રહી હતી. આ ઘટનાને કારણે મુસાફરોમાં થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો અને કેટલીક સબર્બન સેવાઓના સમયપત્રક પર મામૂલી અસર પડી હતી. રેલવે સત્તાવાળાઓએ ડબ્બાની અંદર ખરેખર સાપ હાજર હતો કે નહીં તેની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરી નથી.