17 June, 2025 11:57 AM IST | Mumbai | Rajendra B Aklekar
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ મેટ્રોમાં અને BESTની બસમાં પણ ટિકિટ કઢાવી શકાય એવા નૅશનલ કૉમન મોબિલિટી કાર્ડ (NCMC)નો ગઈ કાલથી આરંભ થઈ ગયો છે.
મુંબઈ મેટ્રોમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. મેટ્રો અને બસ એમ બન્નેમાં વાપરી શકાય અને ટિકિટ કઢાવી શકાય એવું NCMC ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (MMRC), નૅશનલ પેમેન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના સહયોગ સાથે એ રૂપી NCMC પ્રવાસીઓ માટે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. આ કાર્ડ વાપરવાથી પ્રવાસીઓએ ટિકિટની લાઇનમાં ઊભા રહેવું નહીં પડે.
આ કાર્ડમાં ૧૦૦ રૂપિયાથી લઈને ૨૦૦૦ રૂપિયા સુધી ટૉપ અપ કરાવી શકાશે. હાલની બધી જ મેટ્રોમાં આ કાર્ડ વાપરી શકાશે. સાથે જ BESTની બસમાં પણ એનાથી ટિકિટ કઢાવી શકાશે. મેટ્રો ૩ના કોઈ પણ સ્ટેશન પરથી આ કાર્ડ લઈ શકાશે, જે તદ્દન ફ્રીમાં મળશે પણ એ લેતી વખતે એમાં ૧૦૦ રૂપિયાથી લઈને ૨૦૦૦ની રકમ ટૉપ અપ કરાવવાની રહેશે.