લૉકડાઉનમાં લાઇફલાઇન બનેલી બેસ્ટે એના કર્મચારીઓને કોરોનાથી કઈ રીતે બચાવ્યા?

11 May, 2021 09:41 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

તમામ કર્મચારીની રોજેરોજ તપાસ, તેમને મલ્ટિ-વિટામિન્સની ગોળીઓ આપવાની તેમ જ વધુમાં વધુ સ્ટાફનું વૅક્સિનેશન કરીને ઇન્ફેક્શન રેટ નીચો રાખ્યો છે

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના રોગચાળાની સેકન્ડ વેવમાં બેસ્ટ અન્ડરટેકિંગનું તંત્ર કર્મચારીઓમાં ઇન્ફેક્શન્સ નિયંત્રણમાં રાખવામાં સફળ રહ્યું છે. ૨૦૨૧ના એપ્રિલ મહિનામાં બેસ્ટના કર્મચારીઓમાં કોરોના પૉઝિટિવ કેસની સંખ્યા ૩૦૦થી ઓછી રહી હતી. બેસ્ટ અન્ડરટેકિંગના મેડિકલ ડિપાર્ટમેન્ટે આપેલી વિગતો અનુસાર ૨૦૨૦ના એપ્રિલ મહિનામાં ૩૮ કર્મચારીઓના કોરોના ટેસ્ટ રિપોર્ટ્સ પૉઝિટિવ હતા. પૉઝિટિવ રિપોર્ટ્સનો એ આંકડો એ વર્ષના જુલાઈ મહિનામાં ૭૬૭ પર પહોંચ્યો હતો. ડિસેમ્બર સુધીમાં બેસ્ટના ૬૫ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત હતા અને ૨૦૨૧ના ફેબ્રુઆરી મહિનામાં સેકન્ડ વેવ શરૂ થતાં પહેલાં ફક્ત ૩ કર્મચારીઓ વાઇરસ ઇન્ફેક્ટેડ હતા. ૨૦૨૧ના માર્ચ મહિનામાં બેસ્ટના કોરોનાગ્રસ્ત કર્મચારીઓની સંખ્યા વધાીને એપ્રિલ મહિનામાં ૨૭૪ ઉપર પહોંચી હતી. બેસ્ટે કર્મચારીઓેની રોગપ્રતિકારકતા વધારવા માટે મલ્ટિ-વિટામિન્સ ગોળીઓની બે લાખ સ્ટ્રિપ્સની વહેંચણી કરી હતી. ૩૪,૦૦૦ કર્મચારીઓમાંથી ૮૦ ટકા ઍન્ટિ-કોવિડ વૅક્સિન લઈ ચૂક્યા છે. વળી બેસ્ટના કોવિડગ્રસ્ત કર્મચારીઓમાં રિકવરી રેટ ૯૦ ટકા રહ્યો છે. તેથી સેકન્ડ વેવમાં બેસ્ટના કર્મચારીઓને સૌથી ઓછી અસર થઈ છે.’

mumbai mumbai news brihanmumbai electricity supply and transport coronavirus covid vaccine covid19 maharashtra rajendra aklekar