ઈડીએ સંજય રાઉતના નજીકના સંબંધીની 72 કરોડની સંપત્તિ સીલ કરી

02 January, 2021 09:20 AM IST  |  Mumbai | Mid-day Correspondent

ઈડીએ સંજય રાઉતના નજીકના સંબંધીની 72 કરોડની સંપત્તિ સીલ કરી

સંજય રાઉત

શિવસેનાના રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતનાં પત્ની વર્ષા રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) તપાસ કરી રહી છે એ મામલામાં પીએમસી બૅન્કની લોન કૌભાંડના આરોપી પ્રવીણ રાઉતની ૭૨ કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરવામાં આવી હતી. મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગ દ્વારા હાઉસિંગ ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ (એચડીઆઇએલ), રાકેશકુમાર વાધવાન, સારંગ વાધવાન, વારયમ સિંહ અને પીએમસી બૅન્કના તત્કાલીન મૅનેજિંગ ડિરેક્ટર જૉય થોમસ સહિતના આરોપીઓ સામે એફઆઇઆર નોંધાયો હતો. કથિત રીતે ૪૩૫૫ કરોડ રૂપિયાના કૌભાંડના આ મામલામાં એ પછી ઈડીએ આ મામલાની તપાસ હાથ ધરી હતી જેમાં સંજય રાઉતના નજીકના સંબંધી પ્રવીણ રાઉતે ૯૫ કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાની શંકા છે. આથી એની તપાસ દરમ્યાન સંજય રાઉતનાં પત્ની વર્ષા રાઉતનું નામ આવતાં ઈડીએ તેમને પૂછપરછ માટે ત્રણ વખત સમન્સ મોકલ્યા છે. ત્રીજા સમન્સમાં તેમણે પાંચમી જાન્યુઆરી સુધીનો સમય માગ્યો છે અને ઈડીએ પણ તેમને આ જ દિવસે હાજર રહેવા કહ્યું છે.

mumbai mumbai news sanjay raut maharashtra shiv sena