નાગપુર : બીજેપી આઇટી સેલનો સભ્ય નાગપુરમાં ઝડપાયો

26 October, 2020 08:07 AM IST  |  Mumbai | Agency

નાગપુર : બીજેપી આઇટી સેલનો સભ્ય નાગપુરમાં ઝડપાયો

પ્રતીકાત્મક તસવીર

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે સામે સોશ્યલ મીડિયા પર કથિત વિવાદિત કમેન્ટ કરનારા બીજેપીના આઇટી સેલના સભ્ય અને ટ્વિટર ઉપર ૮૫,૦૦૦ ફોલોઅર્સ ધરાવતા સમિત ઠક્કરને શનિવારે નાગપુરથી મુંબઈ અને નાગપુર પોલીસે જોઈન્ટ ઑપરેશનમાં પકડી લીધો હતો. સમિત ઠક્કરે ૧ અને ૩૦ જૂનના ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે સામે સોશ્યલ મીડિયા પર વિવાદાસ્પદ કમેન્ટ કરી હતી, જ્યારે ૧ જુલાઇએ સંજય રાઉત સામે કમેન્ટ કરી હતી. આ સંદર્ભે ૨ જુલાઇએ તેની સામે નાગપુર અને મુંબઈના વી. પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.આ સામે આરોપી સમિત ઠક્કરે ધરપકડ ટાળવા બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી તેની સામેની ફરિયાદ રદ કરવા માગણી કરી હતી. એ અરજીની સુનાવણીમાં ૧ ઑક્ટોબરે જસ્ટિસ એસ. એસ. શિંદે અને જસ્ટિસ એમ. એસ. કર્ણિકની બેન્ચે તેને પોલીસ તપાસમાં સહયોગ કરીને વી. પી. રોડ પોલીસ સ્ટેશનમાં તેનું સ્ટેટમેન્ટ નોંધાવવા કહ્યું હતું. ૫ ઑક્ટોબરે સમિત ઠક્કર તેના બે વકીલ સાથે વી. પી. રોડ પોલીસ સ્ટેશન ગયો હતો. અહીં સાયબર સેલના અધિકારો પણ આવ્યા હતા. એથી સાયબર સેલ તેની ધરપકડ કરશે એવું લાગતા એ વૉશ-રૂમ જવાના બહાને ત્યાંથી છટકી ગયો હતો.

શું હતો વિવાદ

આરોપી સમિત ઠક્કરે આદિત્ય ઠાકરેને ‘મોહમ્મદ આઝમ શાહ ઑફ મહારાષ્ટ્ર ઉર્ફ બેબી પેંગ્વીન કહ્યા હતા. તેણે ઉદ્ધવ ઠાકરેને આજના જમાનાના ઔરંગઝેબ કહ્યા હતા અને સંજય રાઉત બદલ પણ વિવાદિત કમેન્ટ કરી હતી.

mumbai mumbai news maharashtra bharatiya janata party uddhav thackeray aaditya thackeray shiv sena