Porn film case: મુંબઈ કોર્ટે રાજ કુન્દ્રાની પોલીસ કસ્ટડી 27 જૂલાઈ સુધી લંબાવી

23 July, 2021 04:12 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

પોર્મ ફિલ્મ કેસ મામલે ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાની કસ્ટડી 27 જૂલાઈ સુધી લંબાવવામાં આવી છે.

રાજ કુન્દ્રા કોર્ટ લઈ જવાયા ( તસવીરઃ સુરેશ કાર્કેરા)

પોર્ન ફિલ્મ(Porn Film)અને કેટલીક એપ્સ પર તેમને અપલોડ કરવાના કેસમાં  મુંબઇની અદાલતે શુક્રવારે ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની પોલીસ કસ્ટડી 27 જુલાઇ સુધી લંબાવી છે.

અભિનેતા શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને 19 જુલાઇની રાત્રે સિટી પોલીસની ક્રાઈમ બ્રાંચે ભારતીય દંડ સંહિતા અને માહિતી ટેકનોલોજી અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યા પછી ધરપકડ કરી હતી. તેમના પર પોર્મ ફિલ્મ બનાવી તેને એપ પર પબ્લિશ કરવાનો આક્ષેપ છે.  શુક્રવારે તેને અગાઉના રિમાન્ડના અંતે મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ મામલાની વધુ તપાસ માટે પોલીસે તેની કસ્ટડીમાં વધારો કરવાની માંગ કરી હતી.

આ પણ વાંચોઃ શિલ્પા શેટ્ટીને રાહત, રાજ કુન્દ્રા કેસ મામલે મુંબઈ પોલીસ નહીં મોકલે સમન્સ

પોલીસે અગાઉ કોર્ટને કહ્યું હતું કે 45 વર્ષીય ઉદ્યોગપતિ અશ્લીલ સામગ્રી બનાવવાની અને વેચવાની ગેરકાયદેસર પ્રવૃત્તિથી આર્થિક લાભ મેળવે છે.
પોલીસે દાવો કર્યો હતો કે તેઓએ કુંદ્રાનો મોબાઇલ ફોન કબજે કર્યો છે અને તેમાં સમાવિષ્ટો બાબતો તપાસ કરવાની જરૂર છે અને તેના આર્થિક વ્યવહારો તપાસ કરવાની જરૂર છે. 

કુંદ્રા સિવાય પોલીસે અન્ય એક આરોપી રાયન થોર્પને પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો, જેની કસ્ટડી 27 જુલાઈ સુધી લંબાવવામાં આવી હતી.

આ પણ વાંચોઃ રાજ કુન્દ્રાના કેસમાં મારા સ્ટેટમેન્ટને સાઇબર સેલ પાસેથી મેળવી શકો છો : શર્લિન ચોપડા

  

mumbai mumbai news raj kundra mumbai high court mumbai police