Corona: કૉંગ્રેસનો ઉદ્ધવ ઠાકરેને પત્ર, મુંબઇ લેવલ-3 થકી ટ્રેડર્સ સાથે અન્યાય

19 June, 2021 07:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Congressએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને કોવિડ સંક્રમણને અટકાવવા માટે લાગૂ પાડવામાં આવેલા લૉકડાઉન જેવા પ્રતિબંધોમાં દેશની આર્થિક રાજધાનીને લેવલ 3થી લેવલ 1માં શિફ્ટ કરવાની વાત કરી છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

મહારાષ્ટ્રની મહાવિકાસ સરકારમાં ભાગીદાર કૉંગ્રેસની મુંબઇ શાખાએ શનિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને કહ્યું કે રાજ્ય સરકાર `વેપારીઓ અને દુકાનદારો સાથે અન્યાય` કરી રહી છે. પત્રમાં મુંબઇ કૉંગ્રેસે રાજ્ય સરકારને દેશની આર્થિક રાજધાનીને કોવિડ સંક્રમણને અટકાવવા માટે લૉકડાઉન જેવા પ્રતિબંધોને લેવલ 3માંથી લેવલ 1માં શિફ્ટ કરવાની વાત કરી છે.

ઉદ્ધવ સરકારના કોવિડ સંકેતોની સાપ્તાહિક સમીક્ષાના આધારે રાજ્ય સરકારે પાંચ સ્તરીય અનલૉક પ્લાન લાગૂ પાડ્યો છે. આમાં મુંબઇ અને થાણેને લેવલ 2માં અપગ્રેડ કરવું જોઇએ. લેવલ 1નો આશય નિર્ધારિત વિસ્તારમાં કોરોના સંક્રમણ દરના 5 ટકાથી ઓછો હોવાનું છે, જેમાં લૉકડાઉન જેવા પ્રતિબંધ નામમાત્ર લાગૂ હોય છે.

જો કે, ત્રીજી લહેરની શક્યતા વચ્ચે વધારે સંક્રમક એવા ડેલ્ટા વેરિએન્ટથી વ્યાપ્ત જોખમને જોતા રાજ્ય સરકાર મુંબઇમાં સાવચેતીઓ રાખી રહી છે અને મુંબઇને લેવલ 3માં રાખવામાં આવી છે. બીએમસી ચીફ ઇકબાલ ચહલે ગયા અઠવાડિયે કહ્યું હતું કે જ્યાં સુધી મુંબઇમાં સંક્રમણના રોજિંદા નવા મામલાની સંખ્યા 100થી 200 નહીં થઈ જાય, દેશની આર્થિક રાજધાનીને લેવલ-3માં જ રાખવામાં આવશે.

જણાવાવનું કે શુક્રવારે મુંબઇમાં કોવિડ-19ના 758 નવા કેસ સામે આવ્યા છે, જેથી અહીં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 7,18,590 થઈ ગઈ છે જ્યારે 19 વધુ દર્દીઓના નિધન થવાથી મરણાંક વધીને 15,266 થયો છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં શુક્રવારે કોવિડ-19ના 9,798 નવા કેસ સામે આવ્યા, જેથી રાજ્યમાં આની કુલ સંખ્યા વધીને 59,54,508 થઈ ગઈ, જ્યારે 198 વધુ દર્દીઓનું સંક્રમણને કારણે નિધન થવાથી રાજ્યમાં મૃતકોની સંખ્યા વધીને 1,16,674 થઈ ગઈ. આ માહિતી રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આપી છે.

સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે 198 મૃત્યુમાંથી 133 છેલ્લા 48 કલાકમાં થયા જ્યારે 65 ગયા અઠવાડિયે થયા હતા. અન્ય 450 મ-ત્યુ જે પહેલા થયા હતા. તેને રેકૉર્ડ મળ્યા પછી જોડવામાં આવ્યા. કુલ મરણાંક 648 પહોંચ્યો છે. દિવસમાં 14,347 દર્દીઓ સ્વસ્થ થયા પછી જુદી જુદીં હૉસ્પિટલમાંથી રજા આપ્યા પછી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 56,99,983 થઈ ગઈ. રાજ્યમાં 1,34,747 દર્દીઓ સારવારહેઠળ છે.

mumbai mumbai news coronavirus covid vaccine covid19 uddhav thackeray congress