મુંબઈ: અશ્વિની ભીડેને મેટ્રો રેલ કૉર્પોરેશનમાંથી હટાવાયાં

22 January, 2020 09:17 AM IST  |  Mumbai | Dharmendra Jore

મુંબઈ: અશ્વિની ભીડેને મેટ્રો રેલ કૉર્પોરેશનમાંથી હટાવાયાં

અશ્વિની ભીડે

રાજ્ય સરકારે ગઈ કાલે કરેલી ૨૦ સરકારી અમલદારોની ટ્રાન્સફર્સમાં મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશનનાં અધ્યક્ષપદેથી અશ્વિની ભીડેને હટાવીને તેમની જગ્યા પર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનના વડા રણજિતસિંહ દેઓલને નિયુક્ત કરવામાં આવ્યા છે. જોકે અશ્વિની ભીડેને ગઈ કાલે સાંજ સુધી નવી કામગીરીની સોંપણીની કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી.

આ પણ વાંચો : પ્રજાસત્તાક દિનથી રાજ્યની દરેક સ્કૂલમાં બંધારણના આમુખનું વાંચન ફરજિયાત

અત્યંત શિસ્તબદ્ધ મનાતા તુકારામ મુંઢેને નાગપુર મહાનગરપાલિકાના કમિશનરના હોદ્દા પર નિયુક્ત કરવામાં આવ્યા છે. અશ્વિની ભીડેને આરે કૉલોનીમાં મેટ્રો કારશેડ સામે વિરોધ કરનારા શિવસૈનિકો જોડે ઘણો સંઘર્ષ થયો હતો. અવારનવાર રાજકારણીઓ સાથે ટકરાવને કારણે તુકારામ મુંઢેની બદલીની માગણીઓ કરવામાં આવતી હતી. બીજેપી દ્વારા નિયુક્ત એક્સાઇઝ કમિશનર પ્રાજક્તા વર્માને રાજ્ય સરકારના મરાઠી ભાષા વિકાસ વિભાગના સચિવપદે નિયુક્ત કરવામાં આવ્યાં છે.

uddhav thackeray mumbai mumbai news dharmendra jore